હાઈવોલ્ટેજ મેચ: ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે કરો યા મરોની સ્થિતિ
ત્રીજા ક્રમે બેટિંગમાં ઉતરનાર બાબર આઝમ પણ ફોર્મમાં છે. પાકિસ્તાનની સમસ્યા તેનું મિડલ ઓર્ડર છે અને ભારત તેની આ નબળાઈનો ફાયદો ઉઠાવી શકે છે. ભારત માટે શોએબ મલિક મુશ્કેલી સર્જી શકે છે જેનો ભારત સામે દેખાવ ઘણો સારો રહ્યો છે. તેણે ભારત સામે 39 મેચમાં 1661 રન બનાવ્યા છે જેમાં 4 સદી અને 10 અડધી સદી સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાકિસ્તાનનું મજબૂત પાસું તેની બોલિંગ લાઈન છે પરંતુ તેની બેટિંગ લાઈન પણ છેલ્લાં એક વર્ષથી સુધરી છે. ઓપનર ફખર ઝમાં અને ઇમામ ઉલ હકે આઠ મેચમાં 878 રનની ભાગીદારી નોંધાવી છે.
પાકિસ્તાનના ઘણાં ખેલાડીઓએ પણ માને છે કે, કોહલીની ગેરહાજરી તેની ટીમ માટે ફાયદાકારક રહેશે. કોહલી ન હોવાથી રોહિતની જવાબદારી સંપૂર્ણ રીતે વધી ગઈ છે. રોહિતને રન ફટકારવા પડશે અને કેપ્ટન તરીકે પોતાની રણનીતિ પર પણ ધ્યાન પણ આપવું પડશે. રોહિત બાદ ધવન અને ધોનીએ પણ રન બનાવવાની જવાબદારી લેવી પડશે.
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં કેપ્ટન વિરાટ કોહલી વગર જ મેદાનમાં ઊતરી છે. વિરાટ કેપ્ટન ઉપરાંત વર્તમાન સમયમાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાય છે. તેવામાં કોહલીની ગેરહાજરી પાકિસ્તાન માટે રાહત બની શકે છે તેવું લાગી રહ્યું છે.
બંને દેશો વચ્ચે એશિયા કપના મુકાબલાની વાત કરવામાં આવે તો ભારતે છ વખત જીત મેળવી છે જ્યારે પાકિસ્તાને પાંચ વખત વિજય મેળવ્યો છે. હવે પાકિસ્તાન આ રેકોર્ડને બરાબરી કરવાનો પ્રયાસ કરશે. એક મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. ભારતે છ મેચ જીતી છે જે પૈકી પાંચ વન-ડે અને એક ટી-20 છે. 2016માં એશિયા કપ ટી-20 ફોર્મેટમાં યોજાયો હતો.
એશિયા કપ-2018ના સૌથી મહત્વપૂર્ણ મુકાબલા ગણાતા હાઈવોલ્ટેજ મેચમાં આજે ભારત-પાકિસ્તાન ટકારશે. બંને ટીમો આ પહેલાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ટકરાઈ હતી જ્યાં પાકિસ્તાને ટ્રોફી જીતી હતી. પાકિસ્તાને પોતાની પ્રથમ મેચમાં હોંગકોંગ સામે 8 વિકેટે વિજય મેળવ્યો હતો. હવે તેનો પ્રયાસ આ મેચ જીતવાના લક્ષ્યને જાળવી રાખવા પર રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -