Bigg Boss 12: શો શરૂ થતાં પહેલાં જ લીક થઇ બિગ બોસના ઘરની તસ્વીરો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 15 Sep 2018 08:43 AM (IST)
1
2
3
આ વખતે ઘરનું ઇંટીરિયર સંપૂર્ણ રીતે બદલી દેવામાં આવ્યું છે. તસ્વીરોમાં ઘર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. બિગ બોસે પોતાનાં મહેમાનોને માટે ઘરની અંદર ખાસ વ્યવસ્થા કરી છે.
4
બિગ બોસ પૂર્વ થયા બાદ ઘરને તોડી દેવામાં આવે છે. ત્યારબાદ નવી સીઝન શરૂ થતા પહેલાં અલગ રીતે તેને તૈયાર કરવામાં આવે છે. આ વખતે પણ ઘરમાં બેડરૂમ, ડાઇનિંગ રૂમ, સ્વિમિંગ પૂલ, જિમ અને ગાર્ડન એરિયા બનાવવામાં આવ્યા છે.
5
ઘરની તસ્વીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે. દર્શકોને આ વખતે પહેલેથી જ બતાવવામાં આવેલ છે કે ઘરમાં અનેક જોડીઓ મહેમાન બનીને આવશે. આ સાથે જ આ વખતે ઘરમાં ઝૂલા પણ લગાવવામાં આવેલ છે.
6
મુંબઈ:સલમાન ખાનનો આ હિટ અને વિવાદિત શો બિગ બોસ 16 સપ્ટેમ્બરથી શરૂ રહ્યો છે. કેટલાંક દિવસ પહેલાં શોને લોન્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે બિગ બોસનાં ઘરની અંદરની તસ્વીરો સોશિયલ મીડિયા પર લીક થઈ છે.