ટીમનાં કહેવા પ્રમાણે, ગયા દિવસોમાં માહિરાએ ઈન્સ્ટાગ્રામ પર એક સર્ટિફિકેટ અપલોડ કર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, તેને આ એવોર્ડ ‘મોસ્ટ ફેશનેબલ કન્ટેસ્ટેન્ટ ઓફ બિગ બોસ 13’ માટે મળ્યો છે. હવે ટીમનું કહેવું છે કે, આવું કોઈ જ સર્ટિફિકેટ તેને આપવામાં આવ્યું નથી. આ સર્ટિફિકેટ એકદમ નકલી છે.
DPIFFએ આ સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું કે આ ખોટું કામ માહિરાએ પબ્લિસિટી મેળવવા અને પોતાના ફાયદા માટે કર્યું છે, જેમાં તેમના નામનો ઉપયોગ કરાયો છે અને આ તેમની બ્રાન્ડ ઈમેજ અને પ્રતિષ્ઠાને ખરાબ કરે છે. સ્ટેટમેન્ટમાં આ વાતનો ઉલ્લેખ કરાયો છે કે આ ખબરને ઘણા મીડિયા હાઉસ અને બ્લોગે વેરિફાઈ કર્યા વિના પબ્લિશ કરી.
ટીમે લેટર જાહેર કરી માહિરા અને તેની પીઆર ટીમને આ ખોટું કામ રોકવાની વાત કહી છે અને લેખિત રીતે 48 કલાકની અંદર જાહેરમાં માફી માગવા પણ કહ્યું છે. આ સાથે જ કહેવાયું છે કે જો આવું નહીં થાય તો આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
વિતેલા દિવસોમાં થયેલ બિગ બોસ 13ના ફિનાલેમાં માહિરા સામેલ થઈ હતી. અહીં તેણે ડેજી બ્લૂ કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું. સાથે જ ફિશટેલ હેરસ્ટાઇલ કરી હતી. પોતાના આ લુક માટે માહિરા ટ્રોલ્સના નિશાને આવી ગઈ હતી. એક્ટ્રેસ આલિયા ભટ્ટની કોપી કરવા માટે ટ્રોલર્સે તેને ખૂબ ટ્રોલ પણ કરી હતી.