લોકપ્રિય ટીવી શો બિગ બૉસની 13મીં સીઝનની આજે ફિનાલે છે. આજે આ સીઝનના વિજેતાની જાહેરાત કરવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે બિગ બોસના વિજેતાને આ સીઝનમાં શું શું મળવાનું છે. રિપોર્ટસ પ્રમાણે બિગ બોસની તેરમી સીઝનમાં ઈનામની રકમ ડબલ કરવામાં આવી છે.

આ સીઝનમાં વીજેતાને એક કરોડ રૂપિયા ઈનામ આપવામાં આવશે, ગત સીઝનમાં ઈનામની રકમ 50 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આ પહેલીવાર નથી કે વિજેતાને આટલી મોટી રકમ આપવામાં આવશે, આ પહેલા પણ બિગ બોસના અનેક સીઝનમાં ઈનામ તરીકે એક કરોડ રૂપિયામાં આવ્યા હતા. શોની શરૂઆતની પાંચ સીઝનમાં વિજેતાઓને ઈનામની રકમ તરીકે એક કરોડ આપવામાં આવતી હતી.

જો કે બાદમાં ઈનામની રકમમાં ઘટાડો કરવામાં આવ્યો અને 50 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. ગત 8 સીઝનમાં વિજેતાઓને 50 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા,પરંતુ એકવાર ફરી ઈનામની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. આ વખતને વિજેતાને નામ અને ફેમ સાથે 1 કરોડ રૂપિયાનું ઈનામ આપવામાં આવશે.


કોણ છે ફાઈનલિસ્ટ્સ ?

બિગ બોસ 13માં આ વખતે 6 કંટેસ્ટેન્ટ છે. જેમાં સિદ્ધાર્થ શુક્લા, અસીમ રિયાઝ, શહનાઝ ગિલ, રશ્મિ દેસાઈ, આરતી સિંહ અને પારસ છાબડા ફાઈનલ્સમાં પહોંચ્યા છે.

આ 6 કંટેસ્ટેન્ટમાંથી આજે એક ફાઈનલિસ્ટની પસંદગી કરવામાં આવશે.જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. દર્શકો પોતાના ફેવરેટ કંટેસ્ટેન્ટને જીતાડવા માટે વોટ કરી રહ્યાં છે.

સીઝનના અંતિમ ટાસ્કમાં પારસને સિદ્ધાર્થ શુક્લાએ ઇમ્યૂનિટી આપવામાં આવી અને એલીટ ક્લબ મેમ્બર્સ- રશ્મિ દેસાઈ, અસીમ રિયાઝ અને સિદ્ધાર્થ સાથે ગ્રેન્ડ ફિનાલેમાં પ્રમોટ કરવામાં આવ્યા છે.