અમદાવાદ: ઈન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સનાં વૈશ્વિક એસોસિએશન સીએફએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા  રોકાણનાં પગલાંઓ માટે યુવા મહિલાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. 2020ના કાર્યક્રમમાં કોઈપણ વિદ્યાશાખાનાં લઘુત્તમ આખરી વર્ષની મહિલા વિદ્યાર્થીઓ અથવા ઉચ્ચ શૈક્ષણિક લાયકાતો અને અનુભવ ધરાવતી મહિલાઓ અરજી કરી શકે છે.


ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટીવમાં યુવા મહિલાઓમાં જાગૃતિ માટે સીએફએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તા. 17 ફેબ્રુઆરી, 2020ના રોજ અમદાવાદમાં એચ એલ કોલેજ ઓફ કોમર્સમાં ‘કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઈન ફાયનાન્સિયલ સર્વિસીઝ ફોર વિમેન’ અંગેનો સેમિનાર પણ યોજાશે.  તા. 8 માર્ચ, 2020 પહેલા તમામ 100 સ્થળોની અરજીઓ આવી ગયા બાદ અરજીઓ સ્વીકારવાની બંધ થશે. આ માટે પાત્રતા ધરાવતી મહિલાઓ www.empoweringyoungwomen.cfa પર અરજી કરી શકે છે.

સીએફએ ઈન્સ્ટિટ્યુટનાં કન્ટ્રી હેડ, ભારત, વિધુ શેખર, સીએફએ, સીઆઈપીએમએ જણાવ્યું હતું કે, ‘અમે વર્ષ 2018માં આ પગલાંની શરૂઆત કરી હતી. ત્યારથી આજ સુધી અમારી પાસે રોકાણ ઉદ્યોગ અને પાર્ટીસીપન્ટસની અભૂતપૂર્ણ માંગ આવી રહી છે. એન્જિનીયરીંગ, આર્ટસ, સાયન્સીઝ, કોમર્સ જેવા વૈવિધ્યકૃત ક્ષેત્રોમાંથી ફાયનાન્સમાં કારર્કિદી બનાવવા ઈચ્છૂક મહિલાઓ આવી રહી છે તે પ્રોત્સાહક છે. અમને ટોચની નાણાકીય સંસ્થાઓ સાથે પણ સીએફએ ઈનિશિયેટીવ માટે કામ કરતાં આનંદ થાય છે.’

ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટીવમાં યુવા મહિલાઓમાં જાગૃતિ માટે સીએફએ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તા. 17 ફેબ્રુઆરી, 2020ના રોજ અમદાવાદમાં એચ એલ કોલેજ ઓફ કોમર્સમાં ‘કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ ઈન ફાયનાન્સિયલ સર્વિસીઝ ફોર વિમેન’ અંગેનો સેમિનાર પણ યોજાશે.