મુંબઈઃ બિગ બોસ 13માં હાલના દિવસોમાં ધમાસાણ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા દેવોલીના ભટ્ટાચાર્યની શોમાં રિ-એન્ટ્રી ન કરવાને લઈ વિકાસ ગુપ્તા ઘરમાંથી બહાર થઈ ગયો. તેની સિવાય ઘરના બાકી સભ્યોએ મહેમાનો સાથે ધૂમધામથી ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું. પરંતુ આ દરમિયાન બિગ બોસ 13ની સ્પર્ધક રશ્મિ દેસાઈને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂ વચ્ચે કઈ વાતને લઈ છૂટાછેડા થયા તે વાતનો ખુલાસો થયો છે.


રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂની મુલાકાત સીરિયલ ‘ઉતરન’ના સેટ પર થઈ હતી. બંનેએ સેટ પર મુલાકાત બાદ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને 2012માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પરંતુ લગ્નના ચાર વર્ષ છૂટા પડી ગયા હતા.


રશ્મિ દેસાઈનો દાવો હતો કે, તેનું લગ્ન જીવન તૂટવાનું કારણ નંદીશના અનેક મહિલાઓ સાથે સંબંધ હતા. જ્યારે નંદીશે કહ્યું હતું કે, તે રશ્મિના વધારે સંવેદનશીલ વ્યવહારથી પરેશાન હતો. જ્યારે બંનેના છૂટાછેડાના સમાચા સામે આવ્યા ત્યારે નંદીશની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં તે અનેક છોકરીઓ સાથે નજરે પડ્યો હતો.


છૂટાછેડા અંગે રશ્મિ દેસાઈએ કહ્યું, જો નંદીશે અમારા સંબંધમાં સો ટકા આપ્યું હોત તો અમારી વચ્ચે કંઈ ખોટું ન થાત. મને તેની મહિલા મિત્રો પ્રત્યે કોઈ નફરત નહોતી કે મેં તેના પર કયારેય શંકા પણ નહોતી કરી. હું માત્ર કામ અને યાત્રામાં વ્યસ્ત હતી. હું તેના સારા ભવિષ્યની કામના કરું છું. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

BCCI બોસ ગાંગુલીની ‘દાદાગીરી’, બુમરાહને રણજી ટ્રોફીમાં રમતો અટકાવ્યો, જાણો વિગત

બિન સચિવાલય પેપરલીક મામલોઃ જાણો કેવી રીતે લીક કરવામાં આવ્યું પેપર?

 ક્રિકેટ મેચ પર પર ગ્રહણની અસર, 2 કલાક મોડી શરૂ થશે રમત, જાણો વિગત