BCCI એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે, પૂરા ભારતમાં સૂર્ય ગ્રહણને જોતાં રણજી ટ્રોફીની બીજા દિવસની રમતનો સમય બદલવામાં આવ્યો છે. આ ફેંસલો ખેલાડીઓ અને મેચ અધિકારીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
આ રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ કહ્યું છે કે, રાજકોટમાં ગુરુવારના બીજા દિવસની રમત 11.30 કલાકે શરૂ થશે. આ મુકાબલો યુપી અને સૌરાષ્ટ્ર વચ્ચે રમાઇ રહ્યો છે. આ પાછળ પણ સૂર્યગ્રહણ જવાબદાર ગણવામાં આવી રહ્યું છે.
મેચ દરમિયાન ખેલાડીઓ પર ગ્રહણની સંભવિત અસર અંગે વાત કરતાં ડોક્ટર બી શેટ્ટીએ જણાવ્યું, ઉઘાડી આંખે સૂર્ય ગ્રહણ જોવાથી રેટીનાને નુકસાન પહોંચી શકે છે. જ્યારે ગ્રહણ તેની ચરમસીમા પર હોય ત્યારે ખતરો વધી જાય છે. આ પ્રકારના ખતરાથી બચવા માટે મેચના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે.
સૂર્ય ગ્રહણ દેશના દક્ષિણ ભાગોમાં કર્ણાટક, કેરળ અને તમિલનાડુના હિસ્સામાં જોઈ શકાશે. જ્યારે અન્ય રાજ્યમાં આંશિક સૂર્યગ્રહણ જોવા મળશે. આ ગ્રહણ એક ખગોળિય ઘટના હશે, કારણકે આ દિવસે સૂર્ય રિંગ ઓફ ફાયર જેવો દેખાશે.
ભારત ઉપરાંત પૂર્વ યુરોપ, ઉત્તર-પશ્ચિમ ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકામાં પણ જોઈ શકાશે. આંશિક સૂર્ય ગ્રહણ સવારે 8.03 કલાકે શરૂ થશે અને સૂર્ય ગ્રહણ સવારે 9.24થી ચંદ્ર સૂંર્યને ઢાંકવાનું શરૂ કરશે અને પૂર્ણ સૂર્યગ્રહણ સવારે9.26 કલાકે જોવા મળશે. સવારે 11.05 કલાક સુધીમાં સૂર્ય ગ્રહણ ખતમ થઈ જશે.
આજે જોવા મળશે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ, ‘રિંગ ઓફ ફાયર’ જેવો દેખાશે સૂર્ય
અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલ 2019નો શુભારંભ, જુઓ તસવીરો