મુંબઈ: હાલ બિગ બોગ 13 સિઝનની બહુ જ ચર્ચા ચાલી રહી છે. આ શો રોજ કંઈક નવું જ જાણવા મળે છે. ત્યારે બ્રેકઅપ બાદ એકબીજાના દુશ્મન બનનાર વિશાલ અને મધુરિમાની વચ્ચેનું અંતર બિગ બોસમાં આવ્યા બાદ ધીમે-ધીમે ઘટી રહ્યું છે. મધુરિમા વચ્ચે રોમાન્સની નવી શરૂઆત થતી હોય તેવું લાગી રહ્યું છે અને આ બધું જોવા માટે તેમના ચાહકો ખૂબ જ એક્સાઈટેડ છે.

પ્રોમોમાં તમે જોઈ શકો છો કે, મધુરિમા વિશાલને ઉઠાડવા માટે તેના બેડ પર જાય છે અને તેના વાળ સાથે થોડી રમત કર્યાં બાદ ગાલ પર કિસ કરે છે. ‘નચ બલિયે 9’ની સીઝનમાં પણ બંને ખૂબ ઝઘડતા જોવા મળ્યાં હતા.

મધુરિમાએ કહ્યું હતું કે, વિશાલ તેના ભૂતકાળનો એક ભાગ છે, જેને તે ક્યારેય યાદ નહીં કરે. પરંતુ હવે ફરી બન્ને વચ્ચે પ્રેમના નવા ફણગા ફુટ્યા હોય એવુ લાગી રહ્યું છે.


સોમવારના એપિસોડમાં એક ટાસ્ક દરમિયાન વિશાલ સાથે બોલાચાલી થયા બાદ મધુરિમા તેને સોરી પણ કહેતી જોવા મળે છે. વિશાલ મધુરિમાને તેવું કહેતો જોવા મળ્યો હતો કે, હું ક્યારેય તારી સાથે ઝઘડો કરવા માગતો નથી.

મધુરિઆએ વિશાલને આગળ કહ્યું હતું કે, તું જ્યાં-જ્યાં જઈશ હું તારી પાછળ-પાછળ આવીશ ત્યારે જેના પર મજાક કરતાં વિશાલે કહ્યું હતું કે, તને વિશાલ સિવાય કંઈ દેખાતું નથી પાગલ થઈ ગઈ છું તું મારી પાછળ. ત્યાર બાદ વિશાલ પ્રેમથી મધુરિમાના કપાળ પર કિસ કરે છે. ચાહકો માટે તે જોવાનું રસપ્રદ રહેશે કે એક્સ કપલ મધુરિમા અને વિશાલ ફરીથી કપલ બનશે કે નહીં.