અમરેલી: બગસરાનાં કાગદડી ગામની સીમમાંથી એક દીપડી પકડાઈ છે. જોકે, વન વિભાગ ત્રણ દિવસથી બગસરામાં માનવભક્ષી દીપડાને શોધી રહી છે. પરંતુ તે આ જ દીપડી છે કે નહીં તેની હાલ પુષ્ટિ કરવામાં આવી નથી. કાગદડી સરપંચ વિનુભાઈ કાનાણીનાં ખેતરમાંથી દીપડીને પાંજરે પુરવામાં આવી છે.


અમરેલી: છેલ્લા ત્રણ દિવસથી દીપડાને પકડા માટે મથામણ ચાલી રહી હતી ત્યારે બગસરાના કાગદડી ગામની સીમમાંથી એક દીપડી પાંજરે પુરાઈ છે. વનતંત્ર સાપરમાં શોધતું હતું અને દીપડી કાગદડીની સીમમાં પાંજરે પુરાઈ છે. આ વિસ્તારોમા દીપડાએ મારણ કરતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

વન વિભાગના મુખ્ય સરક્ષણ અધિકારી એ.એમ.પરમારે જણાવ્યું હતું કે, દીપડી પકડાયાની પૃષ્ટિ કરી હતી. કાગદડીના સરપંચ વિનુભાઈની વાડીમાંથી દીપડી પાંજરે પુરાઈ છે. વનતંત્ર દ્વારા રાત્રે 3 વાગે દીપડીને પકડીને અન્ય ખસેડી હતી.

મહત્વની વાત એ છે કે, કાગદડીમાંથી પકડાયેલી દીપડી નરભક્ષી છે કે નહીં તે અંગે સ્પષ્ટતાં થઈ નથી. વન વિભાગ દ્વારા ગુપચુપ રીતે પાંજરે પુરેલી દીપડી સાસણ ખસેડી હોવાનું જાણવા મળ્યું હતું.