વાઈલ્ડ કાર્ડ કન્ટેસ્ટેન્ટ તરીકે બિગ બોસ 2020ના ઘરમાં પ્રવેશ કરનાર એલી ગોની અઠવાડિયાની વચ્ચે ઘરમાંથી બેઘર થઈ ગયો હતો. તેના બહાર થયા બાદ કવિતા કૌશિક પણ શોમાંથી આઉટ થઈ ગઈ હતી. રૂબીના દિલેક અને કવિતાના ઝગડાએ સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ચાહકોને આશા હતી કે ‘એફઆઈઆર’ની અભિનેત્રી વાપસી કરશે પરંતુ તેને બિગ બોગ 14ના ઘરમાં ફરી પ્રવેશ મળ્યો નથી.
નિક્કી તમ્બોલી અને રાહુલ વૈદ્ય શોમાંથી બહાર થઈ ગયા છે. તેમના બહાર થવાથી શોને છેવટે પોતાના ચાર મુખ્ય સ્પર્ધક મળી ગયા છે. આ કન્ટેસ્ટેન્ટમાં એજાઝ ખાન, અભિનવ શુક્લા, રુબીના દિલેક અને જેસ્મીન ભસીનનું નામ સામેલ છે. ઈમ્યુનિટી સ્ટોન જીત્યા બાદ એજાઝ બિગ બૉસ-14ના પ્રથમ ફાઈનલિસ્ટ બન્યા જ્યારે અભિનવ ‘શિપ’ ટાસ્કમાં ચાર અન્ય સ્પર્ધકને હરાવીને ફાઈનલિસ્ટ તરીકે ઉભરી આવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, વિકાસ ગુપ્તા, રાખી સાવંત, અર્શી ખાન, કાશ્મીરા શાહ, રાહુલ મહાજન અને મનુ પંજાબી સહિત છ નવા ચેલેન્જર્સ શોમાં પ્રવેશ કરશે. શોના ખતમ થવાની અફવાયે ઈન્ટરનેટ પર જંગલની આગની જેમ ફેલાઈ રહી છે, પરંતુ આ અફવાઓની વિપરીત બિગ બોગ 14 દર્શકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખશે.
માત્ર ચાર ફાઈનલિસ્ટ શોનો હિસ્સો રહેશે. નિર્માતાએ આ નવી સીઝને ‘ભાગ -2 ’નું નામ આપવાનો નિર્ણય કર્યો છે.