સિડની: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ટી20 સીરિઝની બીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. વનડે સીરિઝમાં 1-2થી હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં 11 રનથી જીતીને શાનદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયા પાસે મેચ જીતીને વનડે સીરિઝનો હારનો હિસાબ બરાબર કરવાની તક છે. ઓસ્ટ્રેલિયા માટે બીજી મેચમાં વાપસી સરળ નથી કારણ કે યજમાન ટીમની સૌથી મોટી મુશ્કેલી ખેલાડીઓનું સતત ઈજાગ્રસ્ત થવાનું બની ગઈ છે.

ડેવિડ વોર્નર પહેલેથી જ સીરિઝમાંથી બહરા છે. કેપ્ટન એરોન ફિંચ પણ પ્રથમ ટી20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. જો ફિંચ નહીં રમે તો યજમાન ટીમ માટે આ મોટો ઝટકો હશે અને ફરી સ્ટીવ સ્મિથ પર ટીમની બેટિંગની જવાબદારી હશે.

પ્રથમ ટી20 મેચમાં ચહલ સિવાય ટી. નટરાજને પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોહીલએ પ્રથમ ટી20માં જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કર્યો નહોતો. બીજી મેચમાં બુમરાહની વાપસી થાય છે કે નહીં તે મેચમાંજ ખબર પડશે.

કેટલા વાગે શરૂ થશે મેચ

બીજી ટી20 મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.40 કલાકે મેચ શરૂ થશે.

કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

ભારત અને ઓસ્ટ્રેલિયા ટી-20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે.

ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર તહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, ટી નટરાજન

ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, નાથન લોયન, જોશ હેઝલવુડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઇજેજ હેનરિક્સ, ડેનિયલ સેમ્સ, એન્ડ્રયૂ ટાઈ, મેથ્યુ વેડ, એડમ જામ્પા