Bigg boss 14ની ગ્રાન્ડ ફિનાલે આજ રાતે 9 વાગ્યે શરૂ થશે. ફાઇનલિસ્ટ સ્પર્ધકો માટે વોટિંગ લાઇન આજે બપોરે 12 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.  બિગ બોસના ઘરમાં પાંચ સ્પર્ધકો છે રાહુલ વૈદ્ય, રૂબીના દિલૈક, અલી ગોની, નિક્કી તંબોલી અને રાખી સાવંત. શોના ચાહકો વિજેતાનું નામ જાણવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કોરોના મહામારીના કારણે, શો ખૂબ મોડો 3 ઓક્ટોબર, 2020 થી શરૂ થયો હતો. જોકે કે શોની શરૂઆત ખૂબ જ ફીકી કહી હતી. કુલ 5 કંટેસ્ટેન્ટ બિગ બોસના ઘરમાં છે જે ફાઈનલ ટ્રોફી માટે હકદાર છે. પરંતુ માત્ર એક ભાગ્યશાળી વ્યક્તિને ટ્રોફી અને વિજેતા રકમ મળશે. અને તે કોણ હશે, તે આજે જાણી શકાશે. હાલમાં કુલ 5 સ્પર્ધકો એવા છે જેમણે ફિનાલે વીકમાં સ્થાન મેળવ્યું છે. તેમાંથી રાહુલ વૈદ્ય, રાખી સાવંત, નિક્કી તંબોલી, અલી ગોની અને રૂબીના દિલૈક છે. - વૂટ એપ/વેબસાઈટ બિગ બોસના ચાહકો વૂટ એપ અથવા વેબસાઇટ દ્વારા 14 મી સીઝનના તેમના ફેવરિટ સ્પર્ધકોને મત આપી શકે છે. આ માટે, તમારે તમારા મોબાઇલના પ્લે સ્ટોર પરથી વૂટ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. તેમાં સાઈન ઈન કર્યા બાદ બિગ બોસ 14 ના બેનર પર ક્લિક કરો અને પછી 'ફન ઝોન: વોટ, પ્લે એન્ડ વિન' પર જાઓ. - વોટ નાઉના વિકલ્પ પર ક્લિક કરો - ફાઇનલિસ્ટના નામ તમારી સ્ક્રીન પર દેખાશે. - તમે તમારા મનપસંદ સ્પર્ધકની પ્રોફાઇલ પર ક્લિક કરો અને પછી સબમિટ બટન પર ક્લિક કરો. - તમે વૂટની વેબસાઇટ પર જઈને પણ આ પ્રક્રિયા હેઠળ મત આપી શકો છો. આ સિવાય તમે માય જિઓ એપ્લિકેશન દ્વારા પણ તમારા મનપસંદ કન્ટેસ્ટેન્ટને વોટ કરી શકો છો.