અમદાવાદ: રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્જેસાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કેટલીક જગ્યાએ EVM ખોટકાયા છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં અમદાવાદ, રાજકોટ અને વડોદરાના કેટલાક સ્થળે EVM ખોટકાયા હતા.
વડોદરાના છાણી વિસ્તારમાં વોર્ડ 1 માં EVM ખોટકાયું હતું. અધિકારીઓએ મશીન રીપેરીંગની કામગીરી શરુ કરી હતી. પ્રથમ મત આપવા આવેલા સ્થાયી સમિતીના પૂર્વ અધ્યક્ષ મત આપી શક્યા નહીં. 25 મિનિટ બાદ મશીન શરૂ થયા બાદ ફરી મતદાન શરુ થયું હતું. સુરતની કેન્દ્રીય વિદ્યાલય ખાતે 7 નંબર ના બુથ માં ઇવીએમ ખોટકાયું હતું, જો કે, અધિકારીઓ તુરંત રિપેર કરી ફરી મતદાન શરૂ કરાવ્યું હતું.
અમદાવાદના મકરબા વૉર્ડ નંબર ૧૨ ની એવન સ્કૂલ માં EVM મશીન ખોટકાતા મતદાન રોકવામાં આવ્યું હતું. તે સિવાય વાડજ વિસ્તારમાં રચના શાળામાં EVM ખોટકાયું હતું. એક મશીન બદલ્યા બાદ બીજા મશીન પણ ખામી આવતા મતદારોને વોટિંગ માટે રાહ જોવી પડી હતી.
રાજકોટની કે.જી. ધોળકીયા સ્કુલના મતદાનમથક પર ઈવીએમ મશીન ખોટકાયું હતું. કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ હરસોડાનુ બટનમાં ખામી સર્જાઈ હતી. ચુંટણી અધિકારીને ફરીયાદ કરી મતદાન થોડા સમય માટે અટકાવાયુ હતું.
Gujarat Municipal Election 2021: 6 મહાનગરપાલિકાની ચૂંટણી માટે મતદાન શરું, કઈ કઈ જગ્યાએ ખોટકાયા EVM ? જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2021 07:57 AM (IST)
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -