ટીવીના પોપ્યુલર અને વિવાદિત શો ‘બિગ બોસ’ સીઝન 14ની શરુઆત આજથી થઈ ગઈ છે. કોરોના મહામારીના કારણે આ વખતે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરતા પહેલા તમામ કન્ટેસ્ટેન્ટન 14 દિવસ સુધી સેલ્ફ ક્વોરન્ટાઈન રહ્યાં હતા. શો ના હોસ્ટ સલમાન ખાને સૌથી પહેલા એક્સ કન્ટેસ્ટેન્ટ્સ હિના ખાન, ગૌહર ખાન અને સિદ્ધાર્થ શુક્લાની એન્ટ્રી કરાવી હતી. આ ત્રણેયે ધમાકેદાર ડાન્સથી દર્શકોનું દિલ જીતી લીધું હતું.

બીગ બોસના ઘરમાં પ્રથમ કન્ટેસ્ટેન્ટ તરીકે એઝાઝ ખાને એન્ટ્રી મારી હતી. હૈદરાબાદમાં જન્મેલા એઝાઝ ખાન અનેક ટીવી સિરિયલોમાં અને ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. બાદમાં રિયાલિટી શો બિગ બોસમાં ભાગ લઈ રહ્યો છે.

તેના બાદ બીજા કન્ટેસ્ટેન્ટ તરીકે નિક્કી તંબોલીએ એન્ટ્રી મારી હતી. નિક્કીએ કહ્યું, હું સાઉથ ઈન્ડિયન એક્ટ્રેસ છું.



કન્ટેસ્ટન્ટ તરીકે અભિનવ શુક્લા અન રૂબીના દિલેકે પણ એન્ટ્રી કરી હતી. બન્નેએ શાનદાર ડાન્સ સાથે શોમાં એન્ટ્રી કરી હતી.