Car loan Information:
Calculate Car Loan EMIHero ની બાઈક માટે હવે ચૂકવવા પડશે વધારે પૈસા, જાણો કેટલી વધી કિંમત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Oct 2020 08:27 PM (IST)
નવી કિંમત 1 ઓક્ટોબરથી જ લાગુ થઈ ગઈ છે. ભાવ વધારો બાઇક અને સ્કૂટરની મોડલના આધારે અલગ અલગ હશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટૂ વ્હીલર કંપની હીરો મોટોકોર્પે બાઇકની કિંમતમાં વધારો કર્યો છે. અહેવાલ મુજબ બાઇકની કિંમત ખર્ચ વધવાના કારણે વધારવામાં આવી છે. કંપનીએ જણાવ્યું કે, વાહનોમાં 2 ટકા સુધી વધારો કરવામાં આવ્યો છે. નવી કિંમત 1 ઓક્ટોબરથી જ લાગુ થઈ ગઈ છે. ભાવ વધારો બાઇક અને સ્કૂટરની મોડલના આધારે અલગ અલગ હશે. હીરો મોટોકોર્પે ત્રિમાસિક અને માસિક વેચાણના આંકડા જાહેર કર્યા હતા. કંપનીનું કુલ વેચાણ સપ્ટેમ્બરમાં 16.9 ટકા વધીને 7,15,718 વાહન રહ્યું હતું. ગત વર્ષે હીરોએ સમાન ગાળામાં 6,12,204 વાહનો વેચ્યા હતા. હીરો મોટોકોર્પે કહ્યુ, સ્પેરપાર્ટ્સના વધેલા ભાવ તથા લોજિસ્ટિકમાં અવરોધ છતાં જુલાઈ-સપ્ટેમ્બરમાં તેમનું વેચાણ 7.3 ટકા વધીને 18,14,683 વાહન રહ્યું છે. જ્યારે 2019-20ના બીજા ત્રિમાસિકમાં કંપનીએ 16,91,420 વાહનો વેચ્યા હતા. કોરોના કાળ બાદ બજારમાં ફરીથી ચમક જોવા મળી રહી છે. કંપનીના પ્લાંટ હવે 100 ટકા પ્રોડક્શન ક્ષમતા સાથે કામ કરી રહ્યા છે. કંપનીએ ગ્રાહકોની ખરીદારી ધારણા અને સરકારના નીતિગત સમર્થનના કારણે ઓક્ટોબર અને નવેમ્બરમાં આવનારા તહેવારોની સીઝનમાં માંગ વધવાની પૂરી આશા છે. કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ