નિક્કીના એવિક્ટ થવા પર બિગ બોસના દર્શકો સોશિયલ મીડિયા પર પોત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. બિગ બોસના ઘણા એક્સ કન્ટેસ્ટેન્ટ જેવા કે કામ્યા પંજાબી, શૈફાલી બગ્ગા, દેવોલિના ભટ્ટાચાર્જી ડાયંડ્રા સોરેસ અને મનુ પંજાબી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. અને બધા નિક્કને મિસ પણ કરી રહ્યાં છે. શોના એક્સ કન્ટેસ્ટેન્ટનું પણ કહેવું છે કે, નિક્કી તંબોલીનું ઘરમાંથી બહાર થવું આશ્ચર્યજનક વાત છે.
તાજેતરમાં જ કામ્યા પંજાબીએ એક ટ્વીટ કરી હતી કે, ‘મે ખરેખર ખૂબજ ઈન્જોય કર્યું અને સાથે જ હું તમને જોવા માટે દરરોજ શોને જોતી હતી. તને મારા તરફથી ખૂબજ પ્રેમ અને ભવિષ્ય માટે ઓલ ધ બેસ્ટ. ’ તેના બાદ કામ્યાના ટ્વીટ પર દેવોલિનાએ પણ પોતાનું રિએક્શન આપ્યું અને લખ્યું કે, નિક્કી તમે મને શો દરમિયાન ઘણો ગુસ્સો અપાવ્યો અને ક્યારેક ક્યારેક ઈરિટેટ પણ કર્યું અને ખરેખર ઘરમાં આ જ તો હોવું જોઈ. તું ખૂબજ સારુ રમી.
શૈફાલી બગ્ગાએ લખ્યું કે, મારા પ્રમાણે આ સારુ નથી થયું. નિક્કી તબોલી ખૂબજ સ્ટ્રોગં પ્લેયર હતી અને તેને બિગ બૉસના ઘરમાં આગળ સુધી જવું જોઈતું હતું.