સ્પોટબોયના અહેવાલ અનુસાર, મેકર્સે બે સપ્તાહ શોને એક્સટેન્ડ કરવાનો નિર્ણય ટાળી દીધો છે. ચેનલ અને એંડમોલની મીટિંગમાં કોઈ પરિણામ સામે ન આવ્યું. હાલમાં ચેનલ-એંડમોલે યૂ ટર્ન પાછળનું કારણ સામે આવ્યું નથી. જોકે હજુ સુધી બિગ બોસ તરફતી એક્સટેંશન થવા કે ન થવાને લઈને સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. એક્સટેંશન ન થવા પાછળ સલમાન ખાનનું વ્યસ્ત શેડ્યૂઅલ અને અન્ય વર્ક કમિટમેન્ટ્સ પણ જવાબદાર હોઈ શકે છે.
અટકળો તો એવી પણ છે કે, સલમાન પાસે સમય ન હોવાને કારણે જ આમ થયું છે. નિર્માતાનું કહેવું છે કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ, માટે કંઇ પણ કહેવું યોગ્ય નથી. કેટલાક રિપોર્ટ્સ મુજબ સીઝનનું ગ્રાન્ડ ફિનાલે 15 ફેબ્રુઆરીના રોજ થશે. ત્યારે જોવાનું તે રહે છે કે આ સીઝનમાં કોણ ફાઇનલ વિનર બને છે.