ચંદીગઢઃ પંજાબી સિંગર અને એક્ટ્રેસ હિમાંશી ખુરાનાની કાર પર હુમલો થયો છે. આ વાતની જાણકારી ખુદ હિમાંશીએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી છે. તેણે જણાવ્યું કે, ગત રાતે કોઈએ મારી ગાડીના ટાયરો કાઢી નાંખ્યા હતા. હું ચંદીગઢ નજીક એક ગામમાં શૂટિંગ કરી રહી હતી.

હિમાંશી ખુરાનાએ તેની પોસ્ટ પંજાબી ભાષામાં લખી હતી. જે મુજબ, તમે લોકો મને નુકસાન પહોંચાડવા માંગતા હતા. આવી નાની બાબતોથી તમે મને કામ કરતાં નહીં રોકી શકો.

તાજેતરમાં હિમાંશીએ સોશિયલ મીડિયા પર ભડાશ કાઢતાં લખ્યું હતું કે, હંમેશા મને આસિમ રિયાઝની ગર્લફ્રેન્ડ કહીને બોલાવવામાં આવે છે. તેણે પોસ્ટમાં લખ્યું, હંમેશા આસિમ રિયાઝની ગર્લફ્રેન્ડ કહે છે, કેમ તેને હિમાંશી ખુરાનાનો બોયફ્રેન્ડ નથી કહેતા. મને ખબર છે કે તેમાં કઈં ખોટું નથી, મને તેના પર ગર્વ છે. પરંતુ સાથે જ મહિલાઓ ઈન્ડસ્ટ્રીમાં બરાબર કામ કરી રહી છે. તેમની અલગ ઓળખ છે, અલગ વ્યક્તિત્વ છે. તેની પોતાની સ્ટ્રગલ છે. શું આ બધુ હંમેશા પુરુષો માટે જ હોય છે.

હિમાંશી બિગ બોસ-13માં જોવા મળી હતી. એક્ટ્રેસ હુમલા પાછળ કોઈના નામનો ઉલ્લેખ નથી કર્યો. તાજેતરમાં હિમાંશી ખુરાના અને પંજાબી અભિનેતા યુવરાજ હંસે પંજાબી ગાયક અફસાના ખાનના ગીતમાં અભિનય કર્યો છે.