મુંબઈ: બોલીવૂડની એક સમયની હોટ એક્ટ્રેસમાં સામેલ થનારી અભિનેત્રી સના ખાને એક મોટી જાહેરાત કરી દીધી છે. અભિનેત્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દેવાની જાહેરાત કરી છે. આ વાત તેને પોતાના સોશ્યલ મીડિયા દ્વારા કહી હતી. સના ખાન સલમાનની હીરોઇન પણ ગણાય છે તે ફિલ્મ જય હોમાં સલમાન સાથે કરી ચૂકી છે. સના ખાને ધર્મને આધાર માનતા બોલીવુડ છોડવાનો નિર્ણય લીધો છે.

એક્ટ્રેસ સના ખાન બિગ બોસ જેવા રિયાલિટી શોમાં પણ જોવા મળી હતી. સના ખાન સોશ્યલ મીડિયા પર એક લાંબી પોસ્ટ લખી છે, જેમાં તેને ધર્મને આધાર માન્યો છે, અને કહ્યું કે તમામ ભાઇઓ અને બહેનો દરખાસ્ત કરુ છે કે હવે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઇપણ કામ માટે દાવત ના આપે. બહુ જ આભાર...



સના ખાનની આ પૉસ્ટ ખુબ વાયરલ થઇ રહી છે. તેને પોતાની પૉસ્ટમાં લખ્યું- આ જિંદગી અસલમાં મર્યા પછીની જિંદગીને સારી બનાવવા માટે છે. અને તે આના કરતા સારી હશે. હવે બંદા પોતાને પેદા કરવાવાળાના હૂકમ પ્રમાણે જિંદગી પસાર કરે, અને ફક્ત દોલત અને શોહરતને પોતાનો ધ્યેય ના બનાવે પરતુ ગુનાઓની જિંદગીથી બચીને માણસાઇની ખિદમત કરે. એટલા માટે હુ આજે એ જાહેરાત કરુ છુ કે આજથી જ હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીને છોડીને ઇન્સાનિયતની ખિદમત અને પોતાને પેદા કરનારાના હૂકમ પર ચાલવાનો પાક્કો ઇરાદો કરુ છુ.

સના ખાને પોતાની પૉસ્ટમાં આગળ લખ્યુ- તમામ ભાઇઓ અને બહેનો મારી દરખાસ્ત છે કે તમે મારા માટે દુઓ કરો કે અલ્લા મારી ઇચ્છાઓને કબુલ કરે. આ રીતે મારા ખાલિદના હૂકમ પ્રમાણે, ઇન્સાનિયત જેવી જિંદગી પસાર કરવા ધ્યેય રાખુ છું. અંતમાં હુ દરેકને કહીશ કે મને ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કોઇ પ્રપૉઝલ ના આપે.

સના ખાને 2005માં હિન્દી ફિલ્મ 'યહી હૈ હાઈ સોસાયટી'થી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેણે ઘણી મલયાલમ, તમિળ, તેલુગુ અને કન્નડ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

સના ખાને આ જ વર્ષની શરૂઆતમાં કોરિયોગ્રાફર બોયફ્રેન્ડ મેલ્વિન લુઈસના બ્રેકઅપ બાદ આપવીતી સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જોકે હવે તેણે તેના અકાઉન્ટ પરથી બધી જૂની પોસ્ટ ડિલિટ કરી નાખી છે.

સના ખાન પહેલાં 'દંગલ' ફેમ ઝાયરા વસીમે પણ જૂન 2019માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી દીધી હતી. ઝાયરા વસીમે પણ ધર્મને જ કારણ ગણાવતા ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાની જાહેરાત કરી હતી.