Bigg Boss હવે રાત્રે 10-30 કલાકે નહીં આવે, સમયમાં થયો ફેરફાર
આ શો સાથે જોડાયેલ અપડેટ્સ સતત મીડિયામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે મેકર્સે આ વખતે શોના ફોર્મેટમાં ફેરફાર કર્યા છે, જે અંતર્ગત કન્ટેસ્ટન્ટ આ વખતે જોડીઓમાં બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરશે. પરંતુ શો સાથે જોડાયેલ મળતા અહેવાલ અનુસાર મેકર્સ માટે આ નિર્ણય માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ વિવાદિત રિયાલિટી શો બિગ બોસ-12 કલર્સ ટીવી ચેનલ પર ટૂંકમાં જ શરૂ થશે. આ સીઝનમાં ખાસ વાત એ છે કે દર્શકોને પ્રાઈમ ટાઈમમાં આ શો જોવા મળશે. કલર્સ ટીવીના સીઈઓ રાજ નાયકે ટ્વિટર પર શો ટેલિકાસ્ટ કરવાના સમયને લઈને જાણકારી આપી છે.
મીડિયા અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ શો 16 સપ્ટેમ્બરથી શરૂ થશે. જ્યારે આ વર્ષે બિગ બોસ 12નું ગ્રાન્ડ પ્રીમિયર મુંબઈની જગ્યાએ ગોવામાં રાખવામાં આવશે.
સીઈઓ રાજે ટ્વિટ કરીને કહ્યું કે, બિગ બોસ-12નું પ્રસારણ રાત્રે 9 કલાકથી કલર્સ ટીવી પર કરવામાં આવશે. આ પહેલા બિગ બોસનું પ્રસારણ સપ્તાહમાં પાંચ દિવસ રાત્રે 10.30 કલાકે અને વીકએન્ડ પર રાત્રે 9 કલાકે કરવામાં આવતું હતું. આ બે દિવસ સલમાન ખાન આ શોને હોસ્ટ કરતા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -