બોલીવૂડમાં ડેબ્યૂ કરશે શિલ્પા શિંદે, આ ફિલ્મથી કરશે જોરદાર એન્ટ્રી, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Oct 2018 08:44 AM (IST)
1
સલમાન ખાનને કારણે જ આ રોલ શિલ્પા શિંદેના મળ્યો હોય તેવી ચર્ચા હાલ બોલીવૂડમા ચાલી રહી છે. આ ફિલ્મની સ્ટોરી બળાત્કાર પિડીતા પર આધારીત છે. જેમાં શિલ્પાને પણ મહત્વનો રોલ મળ્યો છે. ફિલ્મના શૂટિંગનું પ્રથમ શેડ્યુલ 12 નવેમ્બરથી શરૂ થશે.
2
શિપ્લા શિંદે હવે બોલીવૂડમાં કામ કરતી જોવા મળશે. ફિલ્મ 'રાધા કયું ગોરી મૈં કયું કાલા'માં શિલ્પાને રોલ મળ્યો છે. સલમાન ખાનની ફ્રેન્ડ યુલિયા વન્તુર આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. તેની સાથે શિલ્પાને પણ રોલ મળ્યો છે.
3
મુંબઈ: બિગબોસ વિનર શિલ્પા શિંદે બોલીવૂડમાં કામ કરતી જોવા મળશે. શિલ્પા શિંદેને બિગ બોસમાં ભાગ લેવાની તક મળી હતી અને તેમાં તે વિનર પણ બની હતી. બિગબોસમાં વિનર થયા પછી તે ટીવી પરદેથી દૂર છે.