જેક સ્પેરો તરીકે લોકપ્રિય બનેલા જોની ડેપ ‘પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન’માંથી થયો બહાર, જાણો વિગત
ડિઝની સ્ટૂડિયો ફ્રેંચાઈજીના ભવિષ્યને લઈને કેટલાક મોટા નિર્ણય લેવા જઈ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પાછલી ફિલ્મ ‘ડેડ મેન ટેલ નો ટેલ્સ’ના કોઈ ખાસ પ્રદર્શન ન કરવાના કારણે આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે આગળ કહ્યું કે. આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તે આગળ પોતાના કેરિયરમાં શું કરશે. તેના કેરિયરની આ સૌથી મોટી ફિલ્મ રહેશે અને તેને સ્પેરોના કારણે યાદ કરવામાં આશે. મારા ખ્યાલથી જેક સ્પેરો એક વિરાસત છે. આ એકમાત્ર ભૂમિકા છે જેને તેણે પાંચ વખત ભજવી.
ઉલ્લેખનીય છે કે, આ સીરિઝીની પ્રથમ ફિલ્મ 2003માં રિલીઝ થઈ હતી. ફિલ્મે દુનિયાભરમાં ધમાકેદાર કમાણી કરી હતી અને ખૂબજ લોકપ્રિયતા પણ મેળવી હતી. વર્ષ 2017માં ફિલ્મનો પાછલો ભાગ રિલીઝ થયો હતો.
ફિલ્મના સ્ક્રિપ્ટ રાઇટર સ્યૂઅર્ટ બિએટીએ જૉની ડેપને ફ્રેન્ચાઈજીમાંથી બહાર થવાની આધિકારીક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ”મને લાગે છે કે ફ્રેન્ચાઈજી સાથે ડેપનો સફર શાનદાર રહ્યો, જોની ડેપ આ ભૂમિકાને પોતાની બનાવી લીધી હતી. ડેપના કેરિયરની આ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય ભૂમિકા રહી. દુનિયામાં લોકો તેને આ રોલના કારણે પ્રેમ કરે છે.”
પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયનમાં જેક સ્પેરોની મુખ્ય ભૂમિકાથી લોકપ્રિય બનનાર એક્ટર જોની ડેપને આ ફ્રેન્ચાઈજીમાંથી બહાર કરી દીધો છે. જૉની ડેપ પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન સાથે છેલ્લા 15 વર્ષોથી જોડાયેલા હતા. જૉની ડેપ આ સીરીઝની પાંચેય ફિલ્મોમાં જેક સ્પેરોની મુખ્ય ભૂમિકામાં નજર આવ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -