Bday Special: ક્વૉલિફાઇડ MBA, ગ્વાલિયર શહેર, ભારે અવાજ અને દમદાર ભૂમિકા આ જ છે શરદ કેલકરની ઓળખ. બાળપણમાં બહુજ તોફાની, કલાસરૂમમાંથી બન્ક મારવા અને મોડી આવવુ અને સ્ટાઇલમાં રહેવુ આ જ હતુ શરદ કેલકરનુ દૈનિક. આજે શરદ કેલકર ભારત અને દુનિયાના યુવાઓના હૈયામાં વસી ગયો છે, તેનો આજે જન્મદિવસ છે. એક્ટર શરદ કેલકરનો જન્મ 7 ઓક્ટોબર, 1976ના દિવસે ગ્વાલિયરમાં થયો હતો, તે આજે 46 વર્ષનો થઇ ગયો છે. તેને વર્ષ 2005માં કિતી ગાયકવાડ સાથે લગ્ન કરી લીધા હતા, અને અત્યારે બન્નેને એક બાળક છે જેનુ નામ કેશા કેલકર છે. શરદ કેલકરના પિતાનુ નામ વૈશ્ણવરાવ કેલકર છે.
આજે શરદ કેલકરને તમામ લોકો તેના દમદાર અને ભાર અવાજના કારણે ઓળખે છે, પરંતુ એક ઇન્ટરવ્યૂમાં તેને બતાવ્યુ કે કઇ રીતે લાંબા સમય બાદ તેને ગળાની તકલીફ હતી. જો તે પોતાની માં ને આઇ કહેવા માટે બૂમ પાડતો તો તે માત્ર આ....આ...આ... પર જ અટકી જતો, કહેવાય છે કે ક્યારેય સ્લૉ તો ક્યારેક એકદમ મોટેથી વાત કરતો હતો.
શરદ કેલકર પોતાના અવાજમાં અનોખા બદલાવ માટે પોતાની પત્નીને ધન્યવાદ આપે છે. તે કહે છે કે, જ્યારે તે એક્ટિંગમાં આવે તો પત્નીએ તેને કહ્યું કે જરા આરામથી વાત કરો, તમારી વાત માત્ર હુજ સમજી શકુ છું, થોડુ મોટેથી બોલો અને ક્લિયર બોલો. પછી શરદ કેલકર ધીમે ધીમે ખુદ પર કામ કર્યુ અને ત્યારબાદ તેનો અવાજ તેની ઓળખ બની ગઇ.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન શરદ કેલકરે બતાવ્યુ હતુ કે તે આર્મીમાં જવા માંગતો હતો, કહે છે કે એકવાર અલ્હાબાદમાં આર્મીમાં એક એક્ઝામ માટે ગયો હતો, ખુબ કૉન્ફિડેન્ટ હતો કે તે ફિઝિકલ તો ક્લિયર કરી દેશે, અને અભ્યાસમાં પણ સારો છું તો ઇન્ટરવ્યૂ પણ ક્લિયર કરી લઇશ. પરંતુ ત્યાં ફિઝીકલ ક્લિકર કરી લીધી, જ્યારે ઇન્ટરવ્યૂમાં ત્રણ સવાલ પુછવામાં આવ્યા, અહીં કેવી રીતે પહોંચ્યા, જગ્યા કેવી લાગી અને ખાવાનુ કેવુ રહ્યું ? શરદ કેલકરે ત્રણેય સવાલોના જવાબો આપ્યા.
શરદ કેલકરનું ઇન્ટરવ્યૂ 15 મિનીટ સુધી ચાલ્યુ, અફસોસ તેને આજે પણ એક વાતનો છે કે તે એક ઓર્ડર કેસ બનીને રહી ગયો. ઓફિસર્સે તેને ના લીધો, અને તે આર્મી જૉઇન્ ના કરી શક્યો, જોકે, આજે શરદ કેલકર આખા દેશમાં એક જાણીતી ચહેરો બનીને ઉભરી ગયો છે.