Karnataka: દશેરા પર જુલૂસ દરમિયાન ભીડે મદરેસામાં ઘૂસીને જબરદસ્તીથી કરી પુજા, 9 પર FIR, 4ની ધરપકડ

મામલાને લઇને પોલીસે (Police) ફરિયાદ નોંધી લીધી છે. જાણકારી અનુસાર, પોલીસે નવ લોકો વિરુદ્ધ કેસમાં નોંધી લીધો છે, અને ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે જે લોકોની વિરુદ્ધ એફઆઇાર નોંધી છે,

Continues below advertisement

Mob Enters Heritage Madrasa In Karnataka: કર્ણાટકના બીદર (Bidar) જિલ્લામાં દશેરા (Dussehra) ના પ્રસંગે જુલૂસ કાઢી રહેલા લોકોની ભીડ (Mob) એક ઐતિહાસિક મદરેસા (Heritage Madrasa) માં પરિસરમાં ઘૂસી ગઇ હતી. આ દરમિયાન ભીડે એક ખુણામાં કુમકુમના ફૂલોની સાથે પૂજા-અર્ચના (Worship) પણ કરી. આરોપ છે કે, મદરેસા પરિસરના ગેટનુ તાળુ તોડ્યુ અને પછી અંદર ઘૂસી ગઇ હતી. ઘટનાનો એક વીડિયો વાયરલ (Viral Video) થઇ રહ્યો છે, જેમાં કેટલાક લોકો મદરેસાની સીડીઓ પર દેખાઇ રહ્યાં છે. 

Continues below advertisement

મામલાને લઇને પોલીસે (Police) ફરિયાદ નોંધી લીધી છે. જાણકારી અનુસાર, પોલીસે નવ લોકો વિરુદ્ધ કેસમાં નોંધી લીધો છે, અને ચાર લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસે જે લોકોની વિરુદ્ધ એફઆઇાર નોંધી છે, તેના નામ નરેશ ગોવલી, પ્રકાશ મેકેનિક, સંજૂ ટાયલર, અરુણ ગોવલી, મુન્ના, સાગર, જગદીશ, ગણેશ ગોવલી અને ગોરકા ગોલવી છે. એક સ્થાનિક નિવાસીએ મામલાને લઇને બીદર ટાઉન પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો, ફરિયાદમાં મદરેસાના સુરક્ષાકર્મીઓને ધમકી આપવાનો પણ આરોપ છે. 

મુસલીમ સંગઠનોનું શું છે કહેવુ ?
આ પહેલા પોલીસ સંગઠનોએ મામલાને લઇને વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે, જો કોઇ ધરપકડ ના થઇ તો ઝૂમ્માની નમાજ બાદ વ્યાપક પ્રદર્શન કરવામાં આવશે. જે મદરેસાના પરિસરમાં ભીડ ઘૂસી, તેને બીદરના મહેમૂદ ગવાં મદરેસાના નામથી ઓળખવામાં આવે છે. 1460માં બનેલી આ મદરેસા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના અંતર્ગત આવે છે અને આ રાષ્ટ્રીય મહત્વના સ્મારકની સૂચીમાં સામેલ છે. વાયરલ વીડિયોમાં ભીડ દેવી, વન્દે માતરમ અને હિન્દુ ધર્મની જયના નારા લગાવતી દેખાઇ રહી છે. સ્થાનિક પોલીસનુ કહેવુ છે કે ભીડ બુધવારે (5 ઓક્ટોબર)ને તાળુ તોડીને મદરેસા પરિસરમાં ઘૂસી હતી. 

---

Continues below advertisement
Sponsored Links by Taboola