બિશન સિંહ બેદીએ પૌત્રીની પ્રથમ તસવીર કરી શેર, પુત્રવધુ છે બોલીવુડની જાણીતી એક્ટ્રેસ
મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદી 18 નવેમ્બરના રોજ પેરેન્ટ્સ બની ગયા છે. નેહા ધૂપિયાએ 18 નવેમ્બરનાં રોજ દીકરીને જન્મ આપ્યો છે. નેહા ધૂપિયાનો પતિ અંગદ બેદી ભારતના જાણીતા ક્રિકેટર બિશનસિંહ બેદીનો પુત્ર છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેહાએ ચાલુ વર્ષે મે મહિનામાં અચાનક લગ્ન કરીને તમામને ચોંકાવી દીધા હતા. લગ્નના ત્રણ મહિના બાદ ઓગસ્ટમાં નેહાએ પ્રેગ્નેન્સની જાહેરાત કરી દીધી હતી. જે બાદ નેહા ધૂપિયાએ બેબી બંપ સાથે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
આ પહેલા નેહાએ દીકરીની પહેલી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરીને તેના દીકરીના નામ અંગે જાણકારી આપી હતી. નેહાએ દીકરીનો ચહેરો બતાવ્યો નહોતો. નેહાએ દીકરીનું નામ મેહર રાખ્યું છે. તેણે દીકરીનાં પગની તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને લખ્યું છે કે, 'મેહર ધૂપિયા બેદીએ આખી દુનિયાને હેલો કહ્યું છે' મેહરનાં પગનાં મોજા પર પણ 'હેલો' અને 'વર્લ્ડ' લખ્યુ છે.
બિશન સિંહ બેદીએ સોશિયલ મીડિયા પર પૌત્રીની તસવીર શેર કરીને લખ્યું કે, ‘મારી પ્યારી પૌત્રી મેહર તું તારા દાદા માટે લાઇફ લાઇન છે. અમારી જિંદગીમાં તું આવી તે વાતનો અમને ઘણો આનંદ છે. ભગવાનની કૃપા હંમેશા તાર પર બની રહે. આ દુનિયામાં તારું સ્વાગત છે.’
હાલમાં એક ચેટ શોમાં અંગદે નેહાની પ્રેગ્નેન્સીને લઈ મોટો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, નેહા લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ હતી. જ્યારે મે અને નેહાએ અમારા માતા-પિતાને આ વાત જણાવી ત્યારે અમને વઢ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -