INDvAUS: આજે પ્રથમ T20, જાણો કઈ ચેનલ પરથી કેટલા વાગે થશે લાઇવ ટેલિકાસ્ટ
ભારતીય સમય પ્રમાણે બપોરે 1.20 વાગ્યાથી મુકાબલો શરૂ થશે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને યજમાન ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિન્ચે ગઈકાલે ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.
મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ પરથી જોઈ શકાશે. અંગ્રેજી કોમેન્ટ્રી સોની સિક્સ અને સોની સિક્સ HD પરથી નીહાળી થશે. જ્યારે હિન્દી કોમેન્ટ્રી સોની ટેન 3 અને સોની ટેન 3 HD પરથી પ્રસારિત થશે થશે. સોની LIV પરથી લાઇવ સ્ટ્રિમિંગ નીહાળી શકાશે.
બ્રિસ્બેનઃ ભારતીય ટીમનો આજથી ઓસ્ટ્રેલિયા પ્રવાસ શરૂ થશે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનના ગાબામાં આજે પ્રથમ T20 રમાશે. વિરાટ કોહલીએ પ્રથમ ટી20 માટે 12 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે.
બ્રિસ્બેનમાં પ્રથમ T20 માટે ટીમ ઇન્ડિયાએ જાહેર કરેલા 12 ખેલાડીઓઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, રિષભ પંત, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, યુજવેન્દ્ર ચહલ.