Bitcoin Scam: રાજ કુંદ્રા બાદ હવે આ હોટ એક્ટ્રેસની પણ થઈ શકે છે પૂછપરછ
આ મામલે થોડા દિવસ પહેલા પોલીસે મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પુણેથી ધરપકડ કરી હતી. અમિતની પૂછપરછમાં પોલીસ હાલમાં કંઈ કહેવા તૈયાર નથી. અમિતે બિટકોઈને લઈને એક વેબસાઈટ બનાવી હતી જેમાં લોકોએ મોટાપાયે ઇન્વેસ્ટ કર્યું હતું. કહેવાય છે કે આ કૌભાંડની રકમ 2000 કરોડ રૂપિયાથી પણ વધારે હોઈ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારે શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાની કલાકો સુધી પૂછપરછ કરી છે. ત્યાર બાદ રાજ કુંદ્રાએ નિવેદન જારી કરીને કહ્યું કે, તેને સસ્પેક્ટ તરીકે નહીં પરંતુ સાક્ષી તરીકે સમન મોકલવામાં આવ્યું હતું. જાણકારી અનુસાર રાજ કુંદ્રાને આ પ્રકારની સ્કીમનો પ્રચાર કરવાને લઈને પૂછપરછ માટે બોલાવ્યો હતો.
સની લિયોની ઉપરાંત આ મામલે નેહા ધૂપિયા, ઝરીન ખાન અને સોનલ ચૌહાણ જેવા અનેક સ્ટાર્સના નામ સામે આવી રહ્યા છે. જોકે હાલમાં આ નામોને લઈને કોઈ સત્તાવાર નિવેદન અથવા જાણકારી સામે આવી નથી.
નવી દિલ્હીઃ બિટકોઈન સ્કેમ મામલે હવે રાજ કુંદ્રા બાદ અનેક મોટા બોલિવૂડ સ્ટાર્સની પૂછપરછ થઈ શકે છે. આ મામલે સની લિયોનીનું નામ પણ સામે આવી રહ્યું છે. કહેવાય છે કે આ પહેલા પોલીસની મુખ્ય આરોપી અમિત ભારદ્વાજની પૂછપરછમાં અનેક ખુલાસા કર્યા છે. ત્યાર બાદ આ બધા સેલેબ્સના નામનો ખુલાસો થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -