મનોજ તિવારીએ આ અંગે સોશિયલ પોસ્ટ પર લખતા તેમણે નાનકડી પરીની સાથે પોતાની દિકરીની તસ્વીર પણ શેર કરી છે, જેમાં તેઓ પોતાની દિકરીને લઈને ઉભા છે. આ ખબર બાદ મનોજ તિવારીને શુભકામના આપવા પ્રશંસકોએ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે. મનોજ તિવારીએ લોકડાઉનમાં સિંગર સુરભી તિવારી સાથે બીજા લગ્ન કર્યા હતા.
નોંધનીય છે કે, મનોજ તિવારીની પ્રથમ પત્ની રાની સાથે 2012માં છૂટાછેડા થઈ ગયા હતા. કહેવાય છે કે, શ્વેતા તિવારી સાથેના નજીકના સંબંધો રાનીને પસંદ નહોતા. આજ કારણે બંને વચ્ચે મોટા ભાગે લડાઈ થતી હતી. એક વખત મનોજ તિવારીએ એવુ પણ કહ્યુ હતું કે, તેમની પત્ની રાની શક કરનારી મહિલા છે. મનોજ તિવારી જ્યારે બિગ બોસનો ભાગ બન્યા હતા, ત્યારે જ તેમના રાની સાથે છૂટાછેડા થઈ ગયા હતા.
મનોજ તિવારીએ ઉત્તર પ્રદેશથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સપાની ટિકિટ પર ગોરખપુરથી લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ઉત્તર પ્રદેશના જ હાલના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ તેઓ બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. તેમને વર્ષ 2014માં ઉત્તર-પૂર્વ દિલ્હીથી બીજેપીએ ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા અને તેઓ લોકસભાની ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પણ તેઓએ જીતી હતી.