ક્યારે છે મકર સંક્રાંતિ
પંચાગ અનુસાર 14 જાન્યુઆરીએ મકર સંક્રાતિનું પર્વ મનાવાશે. આ દિવસે દાનનો ખૂબ મહિમા છે. આ વર્ષે મકર સંક્રાંતિ પર પૂજા પાઠ, સ્નાન અને દાન સવારે 8.30થી સાંજે 5.46 સુધી કરી શકાશે. આ સમય પુણ્ય કાળ હશે.
મકર રાશિમાં 5 ગ્રહોનો સંયોગ
મકર સંક્રાતિ પર મકર રાશિમાં અનેક મહત્વપૂર્ણ ગ્રહો એક સાથે પરિભ્રમણ કરશે. આ દિવસે સૂર્ય, શનિ, ગુરુ, બુધ અને ચંદ્ર મકર રાશિમાં રહેશે. જે શુભ યોગનું નિર્મામ કરે છે. તેથી આ દિવસે કરવામાં આવેલું દાન અને સ્નાન જીવનમાં ખૂબ પુણ્ય આપે છે અને સુખ સમૃદ્ધિ લાવે છે.
પૂજા વિધિ
આ દિવસે સવારે ઉઠીને સ્નાન કરવું જોઈએ. પવિત્ર નદીમાં સ્નાન કરવું શક્ય ન હોય તો ઘરમાં જે જળથી સ્નાન કરવાના હો તેમાં ગંગાજળ ઉમેરી દો. સ્નાન બાદ પૂજા શરૂ કરો. સૂર્ય દેવ સહિત તમામ નવ ગ્રહની પૂજા કરો. જે બાદ જરૂરિયાતમંદને દાન કરો. આ પર્વ પર ખીચડીનું સેવન ઉત્તમ માનવામાં આવ્યું છે. તેથી આ પર્વને ખીચડી પર્વ પણ કહે છે. આ દિવસે ખીચડી દાનનો પણ મહિમા છે.
આ વાતોનું રાખો ધ્યાન
મકર સંક્રાતિ પર મનમાં સારા વિચાર રાખવા જોઈએ અને દાન પુણ્યના કાર્યમાં રસ લેવો જોઈએ. આ દિવસે કરવામાં આવેલું દાન અનેક ગણું ફળ આપે છે. મકર સંક્રાતિ પર વડીલોનો આદર કરવો જોઈએ અને માતા-પિતાના આશીર્વાદ લેવા જોઈએ. આમ કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે.
આ દેશમાં કોરોનાના નવા સ્ટ્રેનથી મચ્યો હાહાકાર, લગાવાયું દેશવ્યાપી લોકડાઉન
રાશિફળ 5 જાન્યુઆરીઃ મિથુન, કર્ક, સિંહ રાશિના જાતકો રહે સાવધાન, જાણો તમામ રાશિનું આજનું રાશિફળ