Parineeti-Raghav Wedding:રાઘવ અને પરિણીતીના લગ્નમાં રાજકારણ સાથે જોડાયેલી અનેક હસ્તીઓ હાજરી આપશે. લગ્ન સમારોહમાં બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો પણ જોવા મળી શકે છે. આ બધા સિવાય આધ્યાત્મિક હસ્તી બીકે શિવાની પણ આ લગ્નમાં ઉપસ્થિત રહીને વરવધુને આશિષ આપશે.  તે ઉદયપુર જવા રવાના થઈ ગયા  છે. તેનો વીડિયો સોશિયલ મીડિયામાં  સામે આવ્યો છે.






શું આ નામો ગેસ્ટ લિસ્ટમાં સામેલ છે?


પ્રિયંકા ચોપરા સિવાય બોલિવૂડની અન્ય કોઈ સેલિબ્રિટીનું નામ ગેસ્ટ તરીકે જોવા મળ્યું નથી. જોકે, પ્રિયંકા પણ આ લગ્નમાં કદાચ ન જોવા મળે. તેમની લગ્ન સમારોહમાં ન આવવાની અટકળો ચાલી રહી છે. રાજનીતિની વાત કરીએ તો ઈન્ડિયા ટુડેના રિપોર્ટ અનુસાર મહેમાનોની યાદીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ સૌથી ઉપર છે.


આ સિવાય આમ આદમી પાર્ટીમાં પંજાબના સીએમ ભગવંત માન સિંહ, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગાલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ ભાગેલનો સમાવેશ થાય છે.


પરિણીતી અને રાઘવના લગ્નની તમામ વિધિ લીલા પેલેસમાં થશે. તેમના લગ્નનું સ્થળ કોઈ શાહી મહેલથી કમ વૈભવી નથી. અહીંના તમામ દ્રશ્યો આંખોને આકર્ષે તેવા છે. તેમના લગ્ન સ્થળમાં સુંદર ફુવારાઓ અને રૂમમાંથી તળાવનો નજારો દેખાય છે. આ મહેલને પરંપરાગત રાજસ્થાની શણગારથી શણગારવામાં આવ્યો છે, જે આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે.


ક્યારે યોજાશે લગ્નનું ફન્ક્શન ?
પરિણીતી ચોપડા અને રાઘવ ચડ્ઢાના લગ્નના કાર્ડ મુજબ, કપલના લગ્નના ફંક્શન 23 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. અહીં લગ્નના કાર્યોની સંપૂર્ણ લિસ્ટ આપ્યુ છે, જુઓ....


ચૂડા સેરેમની- 23 સપ્ટેમ્બર, સવારે 10:00 કલાકે
સંગીત- 23 સપ્ટેમ્બર, સાંજે 7:00 કલાકે
વરમાળા- 24 સપ્ટેમ્બર, બપોરે 3:30 કલાકે
સાત ફેરા- 24મી સપ્ટેમ્બર, સાંજે 4:00 કલાકે
વિદાય- 24મી સપ્ટેમ્બર, સાંજે 6:30 કલાકે
રિસેપ્શન- 24 સપ્ટેમ્બર, રાત્રે 8:30 કલાકે


આ પણ વાંચો


Rain Forecast: હવામાન વિભાગની મોટી જાહેરાત, આ તારીખ પછી દેશમાંથી ચોમાસુ લગભગ વિદાય લઇ લેશે


Ambaji Melo: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ, બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ઉભરાયા માર્ગો


ભારતે યુએનમાં પાકિસ્તાનને લગાવી ફટકાર, કહ્યું – ‘આતંકની ફેક્ટરી બંધ કરે પાકિસ્તાન, પીઓકે તાત્કાલિક ખાલી કરો’


News: ગુજરાતમાં સાયબર એટેકનો ખતરો, 500 વેબસાઇટ્સ નાઇઝિરયન હેકર્સના નિશાને, જાણો શું છે મામલો