Rajkot News: રાજકોટમાં બેંક ખાતા વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. અગરબત્તીના કારખાનેદારનું ખાતું રાજસ્થાન વહેંચાયું હતું. અગરબત્તીના કારખાનેદારનું ખાતું તેમના CA અશ્વિન હીરપરાએ બારોબાર વેચી નાંખ્યું હતું. CA અશ્વિન હીરપરા કારખાનાના તમામ બેંકના વહીવટ સંભાળતો હતો. કર્ણાટકના બાલાપુરથી નોટીસ આવતા સમગ્ર કોભાંડનો પર્દાફાશ થયો હતો.
કારખાનેદારના ખાતામાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થતા બેંકે નોટિસ પાઠવી હતી. ઓનલાઇન ફ્રોડ કરતાં ગઠિયાઓ આ એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા. ગઠિયાઓ છેતરપિંડીથી મેળવેલી રકમ કારખાનેદારના એકાઉન્ટમાં જમા કરાવ્યા બાદ ઉપાડી લેતા હતા. જેને લઈ સીએ અશ્વિન હિરપરા તેમજ બેંક એકાઉન્ટ ખરીદનાર અરજણ આસોદરિયાને ગઠિયાઓ પાસેથી કમિશન મળતું હતું. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે મુખ્ય સૂત્રધાર સીએ સહિત બે લોકોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વિગતો મુજબ રાજકોટ નજીક લોઠડા ગામે નર્મદા અગરબતી નામે કારખાનું ધરાવતા કૃપાલીબેન શરદભાઈ ચોથાણી (ઉ.વ.23) એ સાયબર ક્રાઇમમાં નોધાવેલી ફરિયાદમાં સી.એ. તરીકે કામ કરતાં અશ્વીન બટુકભાઈ હિરપર અને અરજણ વિઠ્ઠલભાઈ આસોદરીયાનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું કે લોઠડાનું અગરબત્તીનું કારખાનું તેના નામે છે. જયારે પતિ શરદભાઈના નામે બીજુ કુબેરજી અગરબતીના નામે છે. તે બંનેના વ્યવહાર તેના પતિ કરે છે.
તેના કારખાનામાં સી.એ. તરીકે આરોપી અશ્વીન હિરપરા હતા.ગઈ તા.૬-૮-૨૩નાં પતિ કારખાને હતા ત્યારે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકના કર્મચારી ભાવેશભાઈ તેની કંપનીએ આવ્યા હતા. તેમને પેઢી નર્મદા અગરબતીના નામે બીજુ એકાઉન્ટ ખોલાવ્યું હતું . તે બેંક એકાઉન્ટ ખોલાવતી વખતે આરોપીના ફોન નંબર રજીસ્ટર કરાયા હતા. છેલ્લા પાંચ વર્ષથી આરોપી તેની કંપનીમાં સી.એ. હોય અને તમામ હિસાબ-કિતાબનું કામ સંભાળતો હોવાથી તેના કહેવાથી બેંક એકાઉન્ટની તમામ કીટ અને આઈ.ડી. પાસવર્ડ ઉપરાંત નેટ બેંકીંગ તેને આપ્યા હતા.
દરમિયાન તેજ દિવસે સાંજે તેના પતિ શરદભાઈને બેંક મેનેજરે ફોન કરી ‘તમારા ખાતામાં વધારે પડતા ટ્રાન્ઝેકશન થઈ ગયા છે. તમારા ખાતા માટે બાલાપુર કર્ણાટકથી નોટીસ આવેલ છે, તમારા ખાતામાં બે થી અઢી લાખ ફ્રોડના પૈસાઆવ્યા છે અને તમારા ખાતાના મોબાઈલ નંબર પર રજીસ્ટર થયા છે. તેમ કહ્યું હતું. આથી તેણે આ બાબતે સી.એ.નેે ફોન કરી પૂછતા તેણે તે બેંક ખાતુ તેણે બીજા આરોપી અરજણ આસોદરીયાને આપ્યુ હોય તે બેંક ખાતામાં તેનો નંબર રજસ્થર થયા હોવાનું જાળવા મળતા તેણે તેના બેંક ખાતાનું સ્ટેટમેન્ટ માંગતા મેઈલમાં આવ્યું હતું. આ બાબતે તેના પતિએ તેને વાત કરી હતી.ત્યારબાદ તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરતા પોલીસે ગુનો દાખલ બંને શખ્સોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.