નવી દિલ્હી: સલમાન ખાન 21 વર્ષ જૂના કાળિયાર કેસ મામલે શુક્રવારે જોધપુરની જિલ્લા કોર્ટમાં ગેરહાજર રહ્યા. જેથી આ મામલે વધુ સુનાવણી 19મી ડિસેમ્બરે થશે. સલમા ખાનના વકીલે બે અરજી કરી હતી, જેમાં એક અરજી શુક્રવારે હાજર થવામાંથી મુક્તી માટેની અને બીજી અરજીમાં વ્યક્તિગત હાજર રહેવાથી કાયમી છૂટ આપવાનો અનુરોધ કર્યો હતો.

સલમાન ખાનના વકીલ હસ્તીમર સારસ્વતે અપીલ કરી હતી કે સલમાન ખાન શૂટિંગમાં વ્યસ્ત હોવાના કારણે જોધપુર કોર્ટમાં હાજર રહી શકશે નહીં. જેને કોર્ટે સ્વીકાર કરી લીધી છે. જો કે કાયમી છૂટ આપવા સંબંધીત અરજી પર 19 ડિસેમ્બરે સુનાવણી થશે. ગત સુનાવણી દરમ્યાન સલમાન ખાન કોર્ટમાં ગેરહાજર રહ્યો હતો. જેથી મેજિસ્ટ્રેટે સલમાન ખાનને ફટકાર લગાવી હતી.કોર્ટે કહ્યુ હતુ કે, સલમાન ખાને 27મી સપ્ટેમ્બરે હાજર નહીં થાય તો તેની જામીન અરજીને રદ કરી દેવામાં આવશે. જે બાદ કોર્ટે સલમાન ખાનને આજે કોર્ટમાં હાજર થવાના આદેશ આપ્યા હતા.


ઉલ્લેખનીય છે કે વર્ષ 1998માં ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ના શૂટિંગ સમયે બે કાળિયાર શિકાર કેસ અને ગેરકાયદેસર હથિયારના કેસમાં સલમાન ખાન પર કેસ ચાલી રહ્યો છે.

Bigg Boss 13: સૌથી મોંઘી સ્પર્ધક છે આ એક્ટ્રેસ, ઘરમાં રહેવાના મળ્યા આટલા કરોડ ?

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં ‘દયાબેન’ની ક્યારે થશે એન્ટ્રી? જાણો વિગત