સજા સાંભળતા રડી પડ્યો સલમાન ખાન, કોર્ટરૂમમાં આવો હતો માહોલ
જોધપુરઃ કાળિયાર શિકાર મામલે સલમાન ખાનને જોધપુર કોર્ટે પાંચ વર્ષની જેલની સજા સંભળાવી હતી. જેમાં સૈફઅલી ખાન, નીલમ, તબ્બૂ અને સોનાલી બેન્દ્રેને નિર્દોષ જાહેર કર્યા હતા. સુનાવણી દરમિયાન સલમાન ખાનના ચહેરા પર બેચેની સ્પષ્ટ દેખાઇ રહી હતી. કોર્ટ રૂમમાં સલમાનની ખુરશીની પાસે તેની બંન્ને બહેનો ઉભી હતી. કોર્ટે જેવી સલમાન ખાનને સજા સંભળાવી કે સલમાન ખાન તરત જ રડવા લાગ્યો હતો. તેની સાથે તેની બંન્ને બહેનો અલવિરા અને અર્પિતા પણ રડવા લાગ્યા હતા. સલમાન ખાન દુખી દેખાઇ રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકહેવામાં આવ્યું રહ્યું છે. કોર્ટ રૂમમાં સલમાનના વકીલ હસ્તીમલ સારસ્વતે 15 મિનિટ સુધી પોતાનો પક્ષ રાખ્યો હતો. ત્યારબાદ જજ દેવ કુમાર ખત્રીએ સલમાનને પૂછ્યું હતું કે, આરોપ પર તમારું શું કહેવું છે. જેના પર સલમાન ખાને કહ્યું કે, મારા ઉપર લાગેલા તમામ આરોપો પાયાવિહોણા છે. હું તેની સાથે સહમત નથી.
આ અગાઉ જજે સલમાન સિવાયના સૈફ અલી ખાન, તબ્બૂ, નીલમ સહિતના આરોપીઓને મુક્ત કરી દીધા હતા. સલમાનના વકીલે દલીલ કરી હતી કે તેને ઓછામાં ઓછી સજા આપવામાં આવે. તે સારા વ્યક્તિ છે. તે સમાજની સેવા કરી રહ્યા છે. જેના પર સરકારી વકીલ ભવાની સિંહ ભાટીએ કહ્યું કે, સલમાન રીઢો ગુનેગાર છે. આ અગાઉ પણ તેના પર અનેક કેસ ચાલ્યા છે. તેને વધુમાં વધુ સજા થાય. ત્યારબાદ જજે સલમાન ખાનને દોષિત જાહેર કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -