મુંબઈઃ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનનો શનિવારે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ BMC તેના ઘરને સેનિટાઇઝ કરવા પહોંચી ગઈ છે. હાલ બચ્ચનના બંગલા જલસાને સેનિટાઇઝ કર્યો હતો. બચ્ચનના બંગલા ઉપરાંત આસપાસના સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવામાં આવ્યો હતો.

બચ્ચનના બંગલાને સેનિટાઇઝ કર્યા બાદ તેના ઘરની બહાર પોસ્ટર લગાવીને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. નાણાવટી હોસ્પિટલ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેન પ્રમાણે, અમિતાભ બચ્ચનની હાલત સ્થિર છે. તેમાં માઇલ્ડ લક્ષણો જણાયા છે અને હાલ તેમને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.


અમિતાભ અને અભિષેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ પરિવારના તમામ સભ્યોનો ટેસ્ટ કરાયો હતો. જેમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અભિષેકના સંપર્કમાં આવેલી ઐશ્વર્યા રાયને કોરોનો થયો કે નહીં ? શું આવ્યો રીપોર્ટ ?

રાજસ્થાનમાં ગહેલોત સામે બળવો, ક્યા યુવા નેતાની આગેવાનીમાં 15 ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી, જાણો વિગત