મુંબઈ: ‘સુપર ડાન્સર ચેપ્ટર 2’ના શોમાં એવું તે શું થયું કે શિલ્પા શેટ્ટી રડી પડી, જાણો કારણ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશિલ્પા શેટ્ટી આ સમયે ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સ ચેપ્ટર 2’ને જજ કરી રહી છે. જેમાં તેની સાથે અનુરાગ બાસુ અને ગીતા માં છે. શોની સ્પર્ધક ઐશ્વર્યા અને શગુને શ્રીદેવીનાં ગીત પર પરફોર્મન્સ આપ્યું હતું અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પરફોર્મન્સ જોયા બાદ શિલ્પા શેટ્ટી એટલી ભાવુક થઈ ગઈ કે તે રડવા લાગી હતી. જોકે ગીતા મા, અનુરાગ બાસુ સહિત ટાઈગર અને દિશા પટણી પણ ભાવુક થઈ ગયા હતાં.
મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શ્રીદેવીની બોન્ડિંગ જગજાહેર છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં શિલ્પા શેટ્ટી અને શ્રીદેવીની સાથે કેટલાંક સેલિબ્રિટીઝ પાર્ટી કરતાં જોવા મળી રહ્યા હતાં.
‘સુપર ડાન્સર ચેપ્ટર 2’નો આ સેમી ફાઈનલ એપિસોડ હતો, જેમાં ટાઇગર શ્રોફ અને દિશા પટની ‘બાગી-2’નાં પ્રમોશન માટે પહોંચ્યા હતા. આ બંનેએ શો દરમિયાન ઘણી મસ્તી પણ કરી હતી અને દર્શકોને ફિલ્મ જોવા માટેની અપીલ કરી હતી. આ દરમિયાન દિશાએ કાળા રગંનો સ્ટાઇલિશ ડ્રેસ પહેર્યો હતો.
આ શો દરમિયાન ટાઈગર શ્રોફે કેટલાક સ્ટંટ પણ કર્યા હતા. ‘બાગી-2’ ફિલ્મ 30 માર્ચનાં રોજ રિલીઝ થશે.
ત્યાં હાજર રહેલા લોકોએ શિલ્પાને સંભાળી હતી. શિલ્પાએ કહ્યું હતું, શ્રીદેવી મારા માટે હંમેશા પ્રેરણા રહી છે. હું ખુદને ઘણી જ ભાગ્યશાળી માનું છું કે તેઓ મારા મિત્ર હતા. શ્રીદેવી મારા દિલમાં હંમેશા જીવતા રહેશે. આ સાથે જ શિલ્પાએ શગુન અને ઐશ્વર્યાનો આભાર માન્યો હતો.
શિલ્પા શેટ્ટી હાલમાં ‘ડાન્સ ઈન્ડિયા ડાન્સ’ શોને જજ કરી રહી છે. આ શો દરમિયાન શિલ્પા શેટ્ટી એક પરફોર્મન્સ જોઈને ભાવુક થઈ ગયા હતા અને રડવા લાગી હતું અને બે મીનિટ માટે શો છોડીને જતી રહી હતી જોકે તરત પરત આવીને પોતાની ચેરમાં બેસી ગયા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -