નવી દિલ્હીઃ કોરોના વાયરસ વિરૂદ્ધનીલડાઈમાં બોલિવૂડ એક્ટર અક્ષય કુમારે પીએમ કેયર્સ ફંડમાં 25 કરોડ રૂપિયાની મોટી રકમ દાન કરી હતી. સાથે જ અક્ષયે ફિલ્મ અને ટીવી કલાકારોની સંસ્થા ‘સિને એ્ડ ટેલિવિઝન આર્ટિસ્ટ્સ એસોસિએશન (સિંટા)ને પણ 45 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી. હવે અક્ષય કુમારે પરિવારજનોને કોરોનાથી બચાવવા માટે કંઇક એવું કર્યં છે જેના વિશે જાણીને તમે ચોંકી જશો. અક્ષય કુમારે બહેન અલકા ભાટિયા અને બાળકોને મુંબઈથી દિલ્હી મોકલવા માટે આખા ફ્લાઈટ જ બુક કરાવી લીધી.

લોકડાઉનના ચોથા તબક્કામાં ફ્લાઈટ્સ્ શરૂ થઈ ગઈ છે. એવામાં અક્ષયે બહેનઅલકા અને બાળકોને સુરક્ષિત દિલ્હી મોકલવા માટે આ નિર્ણય કર્યો છે. એક વેબસાઈટના રિપોર્ટ અનુસાર મુંબઈથી દિલ્હી જનારી એક ફ્લાઈટ એવી રહી જેમાં સૌથી ઓછા લોકોએ ટ્રાવેલ કર્યું. આ ફ્લાઇટમાં જેટલા લોકો પ્રવાસ કરી રહ્યા હતા તેમાં અક્ષયની બહેન અલકા અને તેના બાળકોના નામ સામેલ છે. હાલમાં જ એક બિઝનેસમેને પણ ભોપાલથી દિલ્હી જતી એક ફ્લાઇટની તમામ સીટ પોતાની દીકરી અને તેના બાળકો માટે બુક કરાવી હતી.

જણાવીએ કે, દેશમાં કોરોના વાયરસથી પીડિત દર્દીની સંખ્યામાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે. જેને કારણે દેશમાં લોકડાઉનને 31 મે સુધી વધારવામાં આવ્યું છે. ભારતમાં કોરોનાના દર્દીની સંખ્યા 165799એ પહોંચી ગઈ છે. જ્યારે આ વાયરસને કારણએ અત્યાર સુધીમાં 4706 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જ્યારે 71105 લોકો સાજા થયા છે.