લોકડાઉન દરમિયાન એરટેલ થેંક્સ એપથી રિચાર્જ કરવાનું થયું સરળ, આ ચાર સ્ટેપ્સમાં થઈ જશે કામ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 May 2020 10:23 PM (IST)
એરટેલે પોતાની થેંક્સ એપ પર માત્ર ચાર સ્ટેપ્સ દ્વારા યૂઝર્સને ઓનલાઈન રિચાર્જની ખૂબ જ સરળ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
છેલ્લા અંદાજે 50 દિવસથી લોકડાઉનને કારણે લોકો મોબાઈલ રિચાર્જ કરાવવા જેવી જરૂરી વસ્તુને લઈને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પરંતુ ભારતના સૌથી જાણીતા મોબાઈલ નેટવર્ક એરટેલે આવા મુશ્કેલ સમયમાં પણ પોતાના ઉપભોક્તાઓનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. એરટેલે પોતાની થેંક્સ એપ પર માત્ર ચાર સ્ટેપ્સ દ્વારા યૂઝર્સને ઓનલાઈન રિચાર્જની ખૂબ જ સરળ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. થેંક્સ એપ દ્વારા યૂઝર્સને એરટેલ રિચાર્જ ઉપરાંત લાઈવ ટીવી, વિંક મ્યૂઝિક, યૂપીઆઈ પેમેન્ટ અને એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપનો લાભ પણ આપી રહી છે. ઉપરાંત એરટેલેની વેબસાઈટ www.airtel.in/airtel-thanks-app પર થેંક્સ એપથી જોડાયેલ તમામ વિશેષતાઓની જાણકારી મેળવી શકો છો. ચાર સરળ સ્ટેપ્સમાં કરો રિચાર્જ 1. સૌથી પહેલા પ્લે સ્ટોરમાં થેંક્સ એપ ડાઉનલોડ કરો. 2. એપમાં મોબાઈલ રિચાર્જનો વિકલ્પ પસંદ કરો. 3. તમારો મોબાઇલ નંબર એન્ટર કરો અને રિચાર્જ રકમ ભરો 4. ઓનલાઈન પેમેન્ટના વિકલ્પની પસંદગી કરો અને રિચાર્જ લાભ ઉઠાવો.