✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

10 દિવસ માટે ભારત આવશે બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાન, પરિવાર સાથે મનાવશે દિવાળી!

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Nov 2018 09:13 AM (IST)
1

મુંબઈ: બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાન છેલ્લા 8 મહિનાથી લંડનમાં કેન્સરની સારવાર કરાવી રહ્યો છે. રિપોર્ટ્સ પ્રમાણે ઇરફાન ખાન ટૂંક સમયમાં ભારત પાછો ફરી રહ્યો છે. ઇરફાન ખાન પરિવાર સાથે ભારતમાં જ દિવાળી મનાવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ઇરફાન ખાન 10 દિવસ ભારતમાં રહ્યા બાદ ફરી ટ્રીટમેન્ટ માટે લંડન જશે. આ પહેલા ચર્ચા હતી કે ઈરફાન ખાન દિવાળી બાદ ભારત પરત ફરશે.

2

ડૉક્ટરોએ ઈરફાન ખાનને સંપૂર્ણ રીતે એકદમ ફિટ થયો હોવાનું જણાવ્યું નથી. ઇરફાન ખાન નાશિક સ્થિત એના ફાર્મ હાઉસમાં પરિવાર સાથે દિવાળીની ઉજવણી કરશે. સારવાર માટે પરત ફર્યા બાદ ડૉક્ટર દ્વારા ગ્રીન સિગ્નલ મળ્યા બાદ હિન્દી મીડિયમ-2નું શૂટિંગ શરૂ કરશે.

3

ડૉક્ટરોને આશા છે કે આગામી વર્ષે માર્ચ સુધીમાં ઈરફાન ખાન ફિલ્મના સેટ પર પરત ફરશે. પરંતુ તેના માટે ઈરફાન ખાને ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈનને ફોલો કરવી પડશે.

  • હોમ
  • મનોરંજન
  • 10 દિવસ માટે ભારત આવશે બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાન, પરિવાર સાથે મનાવશે દિવાળી!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.