લખનઉઃ ભારત-વિન્ડિઝ T20 મેચના એક દિવસ પહેલા બદલાયું સ્ટેડિયમનું નામ, જાણો શું છે નવું નામ
લખનઉમાં 24 વર્ષ પછી કોઈ ઇન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટી-20 મેચ સાંજે 7 કલાકેથી રમાશે. ત્રણ મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. યોગી સરકારે તાજેતરમાં જ અલાહાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કર્યું છે. જ્યારે તે પહેલા મુગલસરાય રેલવે સ્ટેશનનું નામ બદલીને પંડિત દિનદયાળ ઉપાધ્યાય જંકર્શન કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે સોમવારે સાંજે માહિતી આપતા મુખ્ય સચિવ રમેશ ગોકાર્ણે કહ્યું, લખનઉ વિકાસ નિગમ, ઈકાના સ્પોર્ટ્સસિટી પ્રા.લિ, જી.સી કન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ વચ્ચે થયેલા કરાર પ્રમાણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઇકાના સ્ટેડિયમનું નિર્માણ અખિલેશ સરકારમાં થયું હોવાથી નામ બદલવામાં આવતા આ અંગે રાજકારણમાં પણ ગરમાવો આવી ગયો છે.
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં શહેરો અને રેલવે સ્ટેશનના નામ બદલ્યા બાદ હવે યોગી સરકારે લખનઉના ઈકાના ક્રિકેટ સ્ટેડિયમનું નામ પણ બદલી નાંખ્યું છે. યોગી સરકારે આ સ્ટેડિયમનું નામ બદલીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ પર કરી દીધું છે. રાજ્ય સરકારના નામ બદલવાના પ્રસ્તાવને રાજ્યપાલ રામ નાઇકે મંજૂરી આપી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -