કમાલ આર ખાને મોદીના લોકડાઉન વધારવામાં આવ્યુ હોવાની જાહેરાત બાદ કરેલું ટ્વિટ થોડા જ કલાકમાં વાયરલ થયું છે. તેમે ટ્વિટમાં લોકડાઉન વધારવાને લઈ ગરીબો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી છે.
ઉપરાંત પીએમને પણ સવાલ કર્યો કે, પ્રધાનમંત્રી મોદીએ 3 મે સુધી લોકડાઉન વધાર્યુ છે, જે સારું છે પરંતુ જે લોકો લોકડાઉન દરમિયાન ક્યાંય ફસાયા છે તેઓ પૈસા વગર કેવી રીતે જીવતા રહેશે તેને લઈ કંઈ બોલ્યા નથી. તેણે આગળ લખ્યું, આવા લોકોને ઘરે જવાની મંજૂરી આપવી જોઈએ, નહીંતર ઘણા લોકો ભૂખ્યા મરી જશે. કમાલ આર ખાન અવારનવાર સામાજિક મુદ્દા પર ટ્વિટ દ્વારા પોતાનો અભિપ્રાય આપીને ચર્ચામાં રહે છે.