નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા સતત વધી રહી છે ત્યારે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનને વધુ 19 દિવસ માટે લંબાવવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને કરેલા સંબોધનમાં આ જાહેરાત કરી હતી. મોદીએ 3 મે સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી છે.
મોદીએ જાહેર કરેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પૂરા થતાં વડાપ્રધાન મોદીએ આજે 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં મોદીએ લોકડાઉનના અમલ માટે દેશનાં લોકોનો આભાર માન્યો હતો. મોદીએ તેમના સંબોધનમાં લોકોને લોકડાઉનમાં તકલીફ ના પડે અને અર્થતંત્ર પણ સાવ મંદીની પકડમાં ના આવી જાય એટલે કેટલીક છૂટછાટો પણ જાહેર કરી છે. વડાપ્રધાનના કાર્યાલયે સોમવારે ટ્વીટ કરીને મોદી મંગળવારે રાષ્ટ્રને સંબોધ કરશે એવી માહિતી આપી હતી. કોરોનાવાઈરસ કટોકટી પછી મોદીએ 26 દિવસમાં ચોથું રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે.

PM નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત, દેશમાં 3 મે સુધી લોકડાઉન વધારાયું
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Apr 2020 10:14 AM (IST)
મોદીએ જાહેર કરેલા લોકડાઉનને મંગળવારે 21 દિવસ પૂરા થતાં વડાપ્રધાન મોદીએ આજે 14 એપ્રિલે સવારે 10 વાગ્યે દેશને સંબોધન કર્યું હતું
- - - - - - - - - Advertisement - - - - - - - - -