Lockdown: ગરીબોની મદદ માટે આગળ આવ્યો આ એક્ટર, કહ્યું - લોન લઈને પણ કરીશ મદદ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Apr 2020 07:26 PM (IST)
કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા લોકડાઉનની મર્યાદા 3 મે સુધી વધારી દેવામાં આવી છે. જેના કારણે મજૂરો અને ગરીબોની મુશ્કેલી વધી ગઈ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા લોકડાઉનની મર્યાદા 3 મે સુધી વધારી દેવામાં આવી છે. જેના કારણે મજૂરો અને ગરીબોની મુશ્કેલી વધી ગઈ છે. આવા લોકોની મુશ્કેલીને દૂર કરવા માટે સમાજના તમામ વર્ગના લોકો શક્ય તેટલી મદદ કરી રહ્યા છે. આ કડીમાં એક્ટર પ્રકાશ રાજ પણ મદદ માટે આગળ આવ્યા છે. અભિનેતા પ્રકાશ રાજે ગરીબોને સામાન વિતરણ કરતા હોય તેવી તસવીર ટ્વિટર પર શેર કરી છે. ઉપરાંત શાનદાર કેપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું, મારા નાણાકીય સ્ત્રોત ઘટી રહ્યા છે પરંતુ અમે લોન લઈશું અને લોકોની મદદ કરીશું. કારણકે મને ખબર છે કે હું ફરી વખત કમાઈ શકું છું પરંતુ જો આ કપરા સમયમાં માનવતા જીવતી રહેશે તો. ચાલો સાથે મળીને તેની સામે લડીએ. પ્રકાશ રાજની આ પોસ્ટ લોકોને ખૂબ પસંદ આવી રહી છે. લોકો તેના પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. દેશમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 17265 પર પહોંચી છે. 543 લોકોના મોત થયા છે અને 2547 લોકો સાજા થઈ ગયા છે.