લંડનઃ ભારતની અનેક બેંકોને કરોડોનું ફૂલેકું ફેરવીને વિદેશ ફરાર થઈ ગયેલા લિકર કિંગ વિજ્ય માલ્યાને બ્રિટનની અદાલતમાં મોટો ફટકો લાગ્યો છે. પ્રત્યર્પણ કેસમાં માલ્યાની હાર થઈ છે. જેને કારણે હવે માલ્યાને ભારત લાવવાનો માર્ગ મોકળો થઈ ગયો છે.
ભાગેડુ શરાબ કારોબારી વિજય માલ્યાએ ભારતને પ્રત્યર્પણ કરવાના આદેશ સામે બ્રિટનની હાઈકોર્ટમાં અપીલ કરી હતી. જેને કોર્ટે આજે ફગાવી દીધી હતી. વિજ્ય માલ્યા આશરે પાંચ વર્ષથી લંડનમાં છે, જ્યાં તેની સામે કેસ ચાલી રહ્યો હતો. માલ્યા પર ભારતીય બેંકોનું આશરે 9000 કરોડ રૂપિયાનું ઋણ છે.


ભારતની કોર્ટ માલ્યાને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરી ચુકી છે અને PMLA સંબંધિત મામલામાં તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી પણ શરૂ કરી ચુકી છે.