મુંબઈ: બૉલિવૂડ એક્ટર રાજકુમાર રાવના પિતા સત્યપાલ યાદવનું ગુરુવારે નિધન થયું છે. સત્યપાલ યાદવ 60 વર્ષના હતા. સત્યપાલ છેલ્લા 17 દિવસથી મેદાંતા હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું અંતિમ સંસ્કાર ગુરુગ્રામના મદન પૂરી સ્મશાન ઘાટ પર કરવામાં આવ્યું હતું. સત્યપાલ યાદવ એક સરકારી કર્મચારી હતા અને તે રેવન્યૂ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. ઉલ્લેખનીય છે કે 2017માં રાજકુમાર રાવની માતાનું નિધન થયું હતું. તે દરમિયાન રાજકુમાર ફિલ્મ ન્યૂટનનું શૂટિંગ કરી રહ્યો હતો. પોતાની માતા નિધનના એક દિવસ બાદ જ તે શૂટિંગ પર પરત ફર્યો હતો. વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડીના કેસમાં બરાબરનો ભેરવાયો આ બોલિવૂડ એક્ટર, CBI તપાસની કરી માગ સગાઈ તૂટ્યાના 5 મહિના બાદ આ એક્ટ્રેસ સાથે જોવા મળ્યો પ્રિયંકા ચોપરાનો ભાઈ, તસવીર વાયરલ રાજકુમારે તે દરમિયાન કહ્યું હતું કે, હું એક જ દિવસમાં શૂટિંગ પર પરત આવ્યો કારણ કે હું જાણું છું કે મારી માતા મારા આ એટીટ્યૂટને જ પસંદ કરતી હતી. તે હંમેશા ઈચ્છતી હતી કે હું પોતાના કામ અને કમિટમેન્ટ પ્રત્યે ઇમાનદારી રાખુ અન પોતાના કર્તવ્યથી ક્યારેય પીછે હઠ નહીં કરું.