નવી દિલ્હી: નવી દિલ્હીના રેલવે સ્ટેશન પર શુક્રવારે મોટી ઘટના બની હતી. રેલવે સ્ટેશનથી રવાના થઈ રહેલી ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસના પાછળના એન્જીન(જનરેટર કાર)માં શુક્રવારે આગી લાગી હતી. જેના પગલે સ્ટેશન પર નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા. જો કે આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉત્તર રેલવેના પ્રવક્તા દીપક કુમારે કહ્યું કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.


રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે, “12218 ચંડીગઢ-કોચુવેલી એક્સપ્રેસના પાછળના એન્જીનમાં બપોરે પોણા બે વાગ્યાની આસપાસ લાગી હતી. ” તેમણે જણાવ્યું કે આ ઘટના ત્યારે બની જ્યાર ટ્રેન પ્લેટફોર્મ નંબર 8 પરથી રવાના થઈ રહી હતી. ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું ક આગ પર કાબુ મેળવી લીધો છે, ઘટના સ્થળે ફાયરની 12 ગાડીઓ મોકલવામાં આવી હતી.