મુંબઈઃ બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર શનિવારે પત્ની મીરા સાથે મુંબઈ પરત ફર્યો હતો. એરપોર્ટ પર શાહિદ કપૂરે ચહેરા પર માસ્ક પહેરી રાખ્યો હતો. નોંધનીય છે કે ફિલ્મ ‘જર્સી’ના શૂટિંગ દરમિયાન શાહિદને બોલ વાગ્યો હતો અને તેને કારણે તેને નીચેના હોઢ પર ઈજા થઈ હતી અને 13 ટાંકા લેવા પડ્યાં હતાં.
ચંદીગઢમાં ફિલ્મનું શૂટિંગ કરતો હતો તે દરમિયાન શાહિદ કપૂર ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને કારણે તે અંદાજે પાંચ દિવસ સુધી શૂટિંગ કરી શકશે નહીં. તેના હોઠ પર સોજો છે અને ટાંકા રૂઝાતા પણ સમય લાગે તેવું ડોક્ટરે કહ્યું હતું.
સૂત્રોના મતે, શાહિદ ચંદીગઢના પીસીએ મોહાલી ફેઝ 22ના ગ્રાઉન્ડમાં ક્રિકેટની પ્રેક્ટિસ કરતો હતો તે દરમિયાન ફાસ્ટ બોલને કારણે તેને નીચેના હોઢ પર વાગ્યું હતું. બોલની સ્પીડ ઘણી જ હોવાથી શાહિદના નીચેના હોઠ પર ઊંડો ઘા પડી ગયો હતો. ડોક્ટરે શાહિદના રૂમમાં જ 13 ટાંકા લીધા હતાં.
શાહિદને ઈજા થવાની વાત મળતાં જ મીરા રાજપૂત તરત જ ચંદીગઢ પહોંચી ગઈ હતી. શાહિદ હવે પહેલાં કરતાં ઘણો જ સ્વસ્થ છે. આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
અભિનેતા શાહિદ કપૂર શૂટિંગ દરમિયાન થયો ઈજાગ્રસ્ત, હોઢ પર આવ્યા 13 ટાંકા, જાણો વિગત
abpasmita.in
Updated at:
13 Jan 2020 08:27 AM (IST)
બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર શનિવારે પત્ની મીરા સાથે મુંબઈ પરત ફર્યો હતો. એરપોર્ટ પર શાહિદ કપૂરે ચહેરા પર માસ્ક પહેરી રાખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -