‘મને બ્લાઉઝનાં બટન ખોલીને, માત્ર પેટીકોટ પહેરીને પગ પહોળા રાખીને નવાઝુદ્દીનની ઉપર સૂઈ જવા કહ્યું.........’
મુંબઈઃ બોલીવુડમાં હાલ #MeToo કેમ્પેન અંતર્ગત અનેક મોટા લોકોના નામ યૌન શોષણના મામલામાં સામે આવ્યા છે. પરંતુ હવે એક્ટ્રેસ ચિત્રાંગદા સિંહે તેના થઈ રહેલા શોષણ દરમિયાન તેના કો-સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકીના મૌન પર સવાલ ઉઠાવ્યો છે. ગત વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાબૂમોશાય બંદૂકબાઝ’ માટે ચિત્રાગંદા સમાચારમાં ચમકી હતી. આ ફિલ્મમાં પહેલા નવાઝુદ્દીન સાથે તે નજરે પડવાની હતી પરંતુ બાદમાં તેણે આ ફિલ્મ છોડી દીધી અને તેના સ્થાને એકટ્રેસ બિદિતા બાગ નજરે પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ફિલ્મ સાથે સંકળાયેલી વાત કરતા ચિત્રાંગદાએ કહ્યું કે, તેને આ ફિલ્મમાં ન્યૂડ સીન આપવા કહેવામાં આવ્યું હતું. ‘બાબુમોશાય બંદૂકબાઝ’ના નિર્દેશક કુશાલ નંદીએ મને કહ્યું હતું કે, “તારી સાડી ઉતાર અને માત્ર પેટીકોટ પહેરી પગ પહોળા રાખીને સૂઈ જા. તારા શરીરને એક્ટરના શરીર સાથે ઘસ.” નિર્દેશકે મને જે રીતે સીન કરવાનું કહ્યું તે મુજબ હું કરી શકું તેમ ન હોવાથી મેં ના પાડી દીધી. પરંતુ મારી વાત સાંભળ્યા બાદ મદદ કરવાના બદલે ડાયરેક્ટરે કહ્યું કે ગમે તેમ થાય આ સીન શૂટ કરવો જ પડશે. આ સાંભળીને હું મારી વેનિટી વાનમાં જતી રહી અને રડવા લાગી.
આ ઘટના સમયે એક્ટર નવાઝુદ્દીન સિદ્દકી પણ ત્યાં ઉભો હતો અને જ્યારે આ પ્રકારે શોષણ થથું હતું ત્યારે ચૂપચાપ ત્યાં ઉભો હતો. ચિત્રાંગદાએ એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, નિર્દેશક કુષાણ નંદીએ મને તું આ કરી શકીશ કે નહીં તેમ પણ ન પૂછ્યું. તેમણે માત્ર એટલું જ પૂછ્યું કે શું તું આ સીન કરી રહી છે ? મેં ના પાડી તો તેઓ ત્યાંથી જતા રહ્યા.
નવાઝે મારી સાથે થયેલી આ ઘટનાનું કોઈ સ્ટેન્ડ ન લીધું. જ્યાં સુધી આ પ્રકારના લોકો પક્ષ નહીં લે ત્યાં સુધી ઈન્ડસ્ટ્રીમાં શોષણ કરનારાઓને બળ મળતું રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -