લગ્ન બાદ પ્રથમ ઈન્ટરવ્યૂમાં દીપિકાએ પતિ રણવીર અંગે કહી આ વાત, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Dec 2018 09:47 PM (IST)
1
દીપિકા GQ મેગેઝીનના ડિસેમ્બરના કવર પેજ પર નજરે પડશે.
2
વર્ષ 2019ની યોજનાઓ અંગે પૂછવામાં આવતા દીપિકાએ કહ્યું કે, તેના માટે પડકારજનક વર્ષ છે. કારણકે મેઘના ગુલઝારની આગામી ફિલ્મમાં નિર્માતા તથા અભિનેત્રી તરીકે કામ કરી રહી છે. ઉપરાંત હવે મારા પર ઘરની જવાબદારી પણ છે.
3
દીપિકાએ કહ્યું કે, પોતાની ચંચળતા માટે જાણીતા રણવીરની એક ખાસિયત તેનો શાંત સ્વભાવ પણ છે. રણવીરનું બૌદ્ધિક સ્તર જબરદસ્ત છે પરંતુ તે સંવેદનશીલ પણ છે.
4
મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ગત મહિને રણવીર સિંહ સાથે લગ્નના બંધનમાં બંધાઈ હતી. લગ્ન બાદ જીક્યૂ મેગેઝિનને આપેલા પ્રથમ ઈન્ટરવ્યૂમાં દીપિકાએ રણવીર, તેના ભવિષ્યની યોજનાઓ અંગે વાત કરી હતી.