જોધપુરમાં PM મોદીના રાહુલ ગાંધી પર ‘હિન્દુત્વ’ મુદ્દે પ્રહાર, જાણો શું કહ્યું
કોંગ્રેસ પર નિશાન સાધતા મોદીએ કહ્યું, જૂઠાણું ફેલાવવામાં કોંગ્રેસ એક એવી યુનિવર્સિટી બની ગઈ છે, એવું વિદ્યાલય બની ગઈ છે કે જ્યાં પ્રવેશ કરતાં જ જૂઠાણાની પીએચડી માટે અધ્યયન શરૂ થઈ જાય છે. જે વધુ માર્ક્સ લઈને જૂઠ્ઠું બોલવામાં પારંગત થઈ જાય છે, તેને નવા પદ અને પદવી આપવામાં આવે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોધપુરઃ રાજસ્થાનના જોધપુરમાં પીએમ મોદીએ ચૂંટણી સભામાં રાહુલ ગાંધીએ હિન્દુત્વ પર આપેલા નિવેદનને લઈ જોરદાર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે, અમને હિન્દુત્વ આવડે છે કે નહીં તે પૂછનારા ખુદ તેમાં ઘેરાયેલા છે. મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ પર નિશાન સાધતા કહ્યું કે, નામદાર મહોદય જ્યારે તમારી માતા દિલ્હીમાં સરકાર ચલાવતા હતા ત્યારે યુપીએ સરકારે સુપ્રીમ કોર્ટમાં લેખિતમાં કહ્યું હતું કે, ભગવાન રામનું કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી. શું તમે આની સાથે સહમત છો ?
પીએમ મોદીએ કહ્યું કે, હિન્દુત્વ એક વિશાળ વારસો છે. ઋષિ-મુનીઓએ પણ ક્યારેય દાવો નથી કર્યો કે તેમને હિન્દુ અને હિન્દુત્વનું પૂરું જ્ઞાન છે. આ જ્ઞાનનો ભંડાર મારી પાસે છે તેવો હું ક્યારેય દાવો નથી કરતો, નામદાર કરી શકે છે. તેમનું જ્ઞાન તેમને મુબારક. તમને પણ મુબારક, કારણકે આ બહાને થોડું મનોરંજન થતું રહે છે.
મોદીએ કહ્યું કે, હું હિન્દુત્વના જ્ઞાનીને પૂછવા માંગુ છું કે જ્યારે સરદાર વલ્લભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સંકલ્પ કર્યો હતો ત્યારે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી અને નામદારના પરિવારના સભ્ય નેહરુનું વલણ કેવું હતું તે બધાને ખબર છે. તેમણે આગળ કહ્યું કે, મારવાડ અને જોધપુરની ધરતીમાં શૌર્ય છે તો બોલીમાં મીઠાશ પણ છે. અહીંયાની બોલીના કારણે કોઇ નારાજ થઈ જ ન શકે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -