મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીને ડાંસ રિહર્સલ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. આ માટે તેણે દોષનો ટોપલો પ્રભુદેવા પર ઢોળ્યો છે. આ વાતની જાણકારી એક્ટ્રેસે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે.


દિશાએ સોશિયલ મીડિયા પર પોતાની તસવીર મુકતાં જણાવ્યું છે કે, મારા ઘૂંટણમાં પ્રભુદેવાને કારણે ઇજા પહોંચી છે. પ્રભુદેવા સરના ડાન્સના સ્ટેપ્સને કારણે મારા ઘૂંટણ ઘાયલ થઇ ગયા. દિશા પટણી સલમાનની ફિલ્મમાં સાથે કામ કરી રહી છે.


દિશાએ ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર  એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળતો હતો. આ વીડિયો પોસ્ટ કરતાં  તેણે લખ્યું હતું કે, ગ્લેમર જો ગુનો છે તો હું આજીવન આ ગુનો કરવા અને સજા ભોગવવા રાજી છું. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)